રાષ્ટ્રીય સુરક્ષા અંતર્ગત ડીસા વિધુતબોર્ડ વિભાગીય કચેરી દ્વારા લાઈનમેન ડે ની ઉજવણી કરવામાં આવી

ગુજરાત વિદ્યુત બોર્ડ વિભાગીય કચેરી દ્વારા યુ જી વી સી એલ બનાસકાંઠાની રાહબારી હેઠળ ડીસા ડિવિઝન ના ડીસા રૂરલ એક રૂરલ બે અને ડીસા શહેર વિભાગીય કચેરી દ્વારા લાઈનમેન ડે ની ઉજવણી કરવામાં આવી

 ભારત સરકાર અને ગુજરાત રાજ્ય દ્વારા વિદ્યુત બોર્ડ તરફથી 4 માર્ચ 2023 એ સુરક્ષા દિવસ ને ગુજરાત વિદ્યુત બોર્ડ તરફથી લાઈન મેન દિવસ તરીકે ઉજવવામાં આવે છે

 ત્યારે આજે આ કાર્યક્રમ ડીસા વેટેનરી મેડિકલ કોલેજ ના કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવેલ

 ત્યારે ડીસા તાલુકાના દરેક લાઈનમેનનો કંકુ તિલક અને મોં મીઠું કરાવી આવકારવામાં આવ્યા હતા 

ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને પુર્વ જિલ્લા મહામંત્રી અમૃતભાઈ દવે ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી 

ત્યારે ઉપસ્થિત રહેલ સેવાભાવી ભાઈઓ તરીકે પ્રફુલભાઈ વારડે 

અને શ્રી મનુભાઈ આસ્નાની ના સુપુત્ર પૃથ્વીભાઈ આસ્નાની એ પણ હાજરી આપી હતી ત્યારે આવેલ મહેમાનોનું ફૂલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું 

કાર્યક્રમની શરૂઆત લાઈન મેન ને કયા સમયે કેવી રીતે કામગીરી કરવી અને કેવી રીતે સચવેતી રાખવી તે માટે ની વિડિયો ક્લિપ ડિસ્પ્લે ઉપર બતાવી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી 

આ કાર્યક્રમમાં લાઈનમેન ને પડતી અગવડ માટે સલામતીના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવેલ ત્યારે દરેક લાઈનમેનને પોતાની સલામતી માટે સેફ્ટી સાધન વાપરવા સૂચના કરવામાં આવેલ સાથે સાથે કોઈ આઘટનીય બનાવ ન બને તે માટે સાચવેતી ના પગલા લઈ કામ કરવા જણાવેલ 

તેમાં વધુમાં સારી કામગીરી કરનાર લાઈન મેન સ્ટાફ નો સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવેલ

દરેક લાઈનમેન સ્ટાફ નો ડીસા માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા મેડિકલ કેમ્પનો પણ સાથે સાથે આયોજન કરેલ આ આયોજનમાં ડીસા કાર્યપાલ ઇજનેર શ્રી આર જી બામણીયા સાહેબ ટેક ઇજનેર શ્રીએસ પી પટેલ તથા ડેપ્યુટી એન્જિનિયર શ્રી જે કે ઠક્કર તથા ડીસા રૂરલ 1 નાયબ એન્જિનિયર શ્રી એન બી શ્રીમાળી તથા ડીસા રૂરલ 2 નાયબ એન્જિનિયર શ્રી એચ પી પરમાર સાહેબ તમામ લાઈનમેનને સલામતીના ભાગરૂપે સૂચનાઓ આપેલ અને તમામ લાઈન સ્ટાફને પોતાની સલામતી માટે અને સારી રીતે કામગીરી કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને છેલ્લે ચા નાસ્તો કરાવી કાર્યક્રમ ને પૂર્ણ કરેલ ત્યારે આ કાર્યક્રમ સંચાલક તરીકે ગુજરાત વિદ્યુત બોર્ડ પેટા વિભાગીય કચેરીના લાઈનમેન આર એમ ચૌધરી હરજીભાઈ ચૌધરી અને શૈલેષભાઈ સિસોદિયા એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ

અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા