આ વર્ષે પણ તહેવાર અનુરૂપ વિવિધ વેરાઈટીઓનો ખજાનો જોવા મળી રહ્યો છે ખજૂરથી લઈને કાબુલી દાળીયા, ધાણી સહિતની ખાદ્ય સામગ્રીઓની ખરીદી પણ લોકો કરી રહ્યાં છે એ સાથે 7 માર્ચે હોળીકા દહન અને 8 માર્ચે ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતીઓ દરેક તહેવારોની વિશિષ્ટ રીતે ઉજવણી કરવા તૈયાર છે ત્યારે આ ફાગણ પર્વને પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે
બજારોમાં ખજૂર, ધાણી-દાળીયા, પીચકારી, કલર્સ સહિતની વેરાઈટીઓનું વેંચાણ, ભાવમાં 30 થી 40 ટકા ના વધારાથી ગ્રાહકોમાં નિરાશા જોવા મળે છે