જેતપુર પાવી ખાતે વૈષ્ણવાચાર્ય બ્રહ્મર્ષિ પૂજ્ય પાદ ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીનો ભાંવાજલી કાર્યક્ર્મ યોજવામાં આવ્યો.
- પુષ્ટિ સંપ્રદાયના આધાર સ્થંભ એવા કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી એ તારીખ ૨૭ મી ફેબ્રઆરી, ૨૦૨૩ ના રોજ નિત્યલીલા માં પ્રવેશ કર્યો છે ત્યારે, જેતપુર ગ્રામ પંચાયત, જેતપુર વૈષ્ણવ સમાજ, જેતપુર દ્વારિકાધીશ મોટી હવેલી ટ્રસ્ટી મંડળ તથા દ્વારિકાધીશ નાની હવેલી દ્વારા, જેતપુર ગામે અનંત વિભૂષિત તૃતીય ગૃહાધિશ પૂજ્ય પાદ ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી ની પ્રાથના તથા ભવાંજલી કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ભાવાંજલિ માં મોટી સંખ્યામાં વૈષ્ણવો પૂજ્ય જેજે ને શ્રધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા. જેતપુર ગામના શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઇસ્કૂલના હોલ માં સાંજે ૫ થી ૬ સમય દરમિયાન આ પ્રાર્થનાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૌ પ્રથમ મંગલાચરણ અને ત્યારબાદ યમુનાસ્ટક નું ગાન ગઈ ને મોટી સંખ્યામાં વૈષ્ણવો એ તેમના ગુરુચરણ માટે પ્રાર્થના અર્ચના કરી હતી. આ કાર્યક્ર્મમાં વૈષ્ણવ સંપ્રદાય સિવાય અન્ય સંપ્રદાયના લોકો પણ ઉપસ્થિત રહી સિસ્ત બધ્ધ રીતે વૈષ્ણવાચાર્ય ને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધાંજલિ આપી હતી. જેતપુર પાવીના સરપંચ મોન્ટુભાઈ શાહે વૈષ્ણવાચાર્ય ને ભાવાંજલિ આપતા જણાવ્યું હતું કે,પૂજ્ય જેજે નો નિત્યલીલા પ્રવેશ એ માત્ર આસુરી જીવોને મોહ પમાડનારી લીલા છે. જેજે ભલે પ્રત્યક્ષ સ્વરૂપે ભૂતલ પર બિરાજમાન નથી પરંતુ તેમના ગ્રંથો, કૃતિઓ, વચનામૃતો માં અને તેમના વંશજ માં તે હરહંમેશ બિરાજમાન છે. સરપંચશ્રી દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે, પૂજ્ય જેજે ના બતાવેલા રસ્તા ઉપર ચાલી મનુષ્ય - મનુષ્ય ને મદદ રૂપ બની સાચો વૈષ્ણવ ધર્મ નીભાવિશું તોજ સાચી શ્રદ્ધાંજલિ આપણે આપણા ગુરુચરણ ને આપી ગણાશે. વૈષ્ણવ અગ્રણી યોગેશભાઈ શાહ દ્વારા મહારાજશ્રી ના પુરા જીવનનો ચિતાર આપવામાં આવ્યો હતો. અંતમાં અંજલી ગીત ગાઈ ને આ કાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવ્યો હતો.