શ્રી મોરજ કેળવણી મંડળ સંચાલિત શ્રી એલ.ડી.પટેલ વિદ્યા વિહાર મોરજ દ્ધારા NSS (રાષ્ટ્રીય સેવા યોજના) અંતગર્ત ગોરાડ મુકામે ખાસ શિબિરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું
તારાપુરના ગોરાડ ગામે NSS ખાસ શિબિરના ઉદઘાટન વિધિ કાર્યક્રમમાં શ્રી ઘનશ્યામભાઈ ચાવડા (ભૂત પૂર્વ આચાર્યશ્રી, (એસ. ઝેડ.વાઘેલા હાઈસ્કુલ ), મંત્રી શ્રી કિરીટભાઈ પટેલ, આચાર્ય શ્રી મયુરભાઈ વ્યાસ, સરપંચશ્રી ઘનશ્યામસિંહ ગોહિલ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી બાબુભાઇ તથા શ્રી રામજીભાઈ, શ્રી રાજેશભાઈ સુથાર તથા ગ્રામજનો ઉપસ્થિત રહી દીપપ્રાગટ્ય દ્વારા શિબિરની શરૂઆત કરી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ગામ સફાઈ, પ્રભાત ફેરી, વિવિધ સ્પર્ધા દ્વારા તને ઝળહળતી રાખી
વિશેષમાં રાત્રિ બેઠકમાં કાનુની માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિવિલ કોર્ટ તારાપુરના પ્રિન્સીપલ, સિવિલ જજ શ્રી દેવાંશુ શર્મા સાહેબ તેઓના ધર્મ પત્ની શ્રીમતી નિકુંજ દેવાંશુ શર્મા ઉપરાંત શ્રી કે.કે.મકવાણા પ્રમુખશ્રી તારાપુર બાર એસોસિયેશન, શ્રી આશિફભાઈ વોરા, શ્રી મહેશકુમાર એમ. શુક્લ તથા શ્રી ગોવિંદભાઈ પરમાર, આચાર્યશ્રી મયુરભાઈ વ્યાસ તથા ગોરાડ ગામના સરપંચશ્રી, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાનુની શિબિર કાર્યક્રમમાં ગ્રામજનોને કાનુની માર્ગદર્શન જેમકે જન્મ -મૃત્યુ - લગ્ન નોંધણી વગેરે અંગે ગ્રામજનોને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેવકભાઇ શ્રી ચરણભાઈ રબારીનું સમ્માન જજ સાહેબ દ્ધારા કરવામાં આવ્યું હતું. શિબિર નો પૂર્ણહુતિ કાર્યક્રમમાં ડૉ હરાણી સાહેબ (રોટરી ક્લબ તારાપુર),શ્રી સુભાષભાઈપટેલ, ઘનશ્યામભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહી રોટરી ક્લબની સેવાકીય કાર્યો તથા રામનામ ચક્ષુ દાન સેવા વિશે માર્ગદર્શન આપ્યું હતું શિબિરનું સંચાલન શ્રી અલ્પેશભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું
ગોરાડ ગામે યોજાયેલ N. S. S શિબિરમાં સહયોગ આપનાર તમામનો શ્રી મોરજ કેળવણી મંડળના પ્રમુખશ્રી ડૉ.હર્ષદભાઈ પટેલ, મંત્રીશ્રી કિરીટભાઈ પટેલ તથા આચાર્યશ્રી મયુરભાઈ વ્યાસે આભાર વ્યક્ત કર્યોં હતો