હિંમતનગરના હાથરોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના હાથરોલ ખાતે ધારાસભ્યશ્રી વી.ડી ઝાલાની ઉપસ્થિતિમાં વિકસિત ભારાત યાત્રા યોજાઇ હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.
લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જીલ્લા પંચાયત સદસ્યશ્રી અમૃતસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, , ટી.ડી.ઓશ્રી, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.