ભારત સરકારના નેશનલ સ્ટેટસટીક ઓફિસ વડોદરા વિભાગ અને જનરલ અવેરનેસ ઓફ સર્વે NSS ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે નેશનલ સ્ટેટસટીક ઓફિસ વડોદરા મધ્ય ગુજરાત વિભાગના ડાયરેક્ટર શક્તિસિંહ અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડી.વી શાહની અધ્યક્ષતામાં હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ તાલુકા કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો તાલુકા કુમાર શાળા અને તાલુકા કન્યા શાળા તેમજ ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળાઓનો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટસટીક અને પ્રોગ્રામ ઈમ્પ્લિમેશન દ્વારા વિવિધ ક્વિઝ તેમજ જનરલ અવેરનેસ અને NSS સર્વેને લગતો કાર્યક્રમ યોજાયો હતો જેનો મુખ્યત્વે હેતુ શાળાઓના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને જાહેર જનતામાં સરકારના વિવિધ સર્વેને લગતા કાર્યક્રમોની સમજ આપવાનો તેમજ જનજાગૃતિ કેળવાય તે માટે સૌ કોઈને માહિતગાર કરી જાગૃત કરવાં અંતર્ગત અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્વિઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લઈ ક્વિઝ અંતર્ગત વિવિધ પ્રશ્નોના જવાબો આપી ક્વિઝ કોમ્પિટિશનનો આનંદ ઉઠાવ્યો હતો આ પ્રસંગે કંજરીની કુમાર શાળાના આચાર્ય સહિત શિક્ષકો સ્ટાફ તેમજ અન્ય શાળાઓમાં સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને જનરલ સ્ટેટેસ્ટિક ડિપાર્ટમેન્ટને લગતા વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી હતી