પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઇ આર.એ.જાડેજાએ પંથકમાં ચાલતી દારૂ જુગાર સહિતની પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટેની કવાયત હાથ ધરી છે જે અંતર્ગત પીઆઇ આર.એ જાડેજાને અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના બીલીયાપુરા ગામની કોતરમાં કેટલાક ઇસમો જાહેરમાં ટોળે વળી પત્તા પાનાનો હાર જીતનો પૈસા વડે જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઇ આર.એ.જાડેજા સહિત પીએસઆઇ પી.આર. ચુડાસમા,પોલીસ કર્મચારીઓ જયેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, પ્રણયસિંહ મનહરસિંહ, અશોકકુમાર રામસિંહ ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ નિલેશકુમાર ભગીરથસિંહ અને લોકરક્ષક ભાવિનસિંહ ઇન્દ્રસિંહ નાઓએ મળી બીલીયાપુરા ગામની કોતરમાં છાપો મારી પત્તા પાનાનો જુગાર રમતા 7 ખેલીઓ
(૧) શૈલેષકુમાર અમરસિંહ પરમાર (૨) વિરેન્દ્રકુમાર અરવિંદભાઈ પરમાર (૩) રણજીતસિંહ ભુલસિંહ પરમાર (૪) દિલીપસિંહ ગણપતસિંહ પરમાર (૫) ભરતકુમાર લક્ષ્મણસિંહ પરમાર (૬) શૈલેષસિંહ નરવતસિંહ પરમાર (૭) અજયસિંહ સનાભાઇ સોલંકીને રંગે હાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જેમાં પોલીસે સાતેય આરોપીઓની અંગઝડતીમાંથી 9,150/- ની રોકડ રકમ તેમજ દાવ પર લાગેલ 3,100/- રૂ. ન રોકડ રકમ મળી કુલ12,250/- રૂ.ના મુદ્દામાલ સાથે આરોપીઓને અટકાયત કરી તેઓની સામે હાલોલ રૂરલ પોલીસ મથકે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.