હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં તા.૦૨.૦૩.૨૦૨૩ થી તા.૦૬.૦૩.૨૦૨૩ દરમ્યાન કમોસમી વરસાદ પડવાની આગાહી કરેલ છે. જે અનુસાર તા.૦૪.૦૩.૨૦૨૩ થી ૦૬.૦૩.૨૦૨૩ ના સમયગાળા દરમ્યાન ગીર - સોમનાથ જીલ્લામાં સામાન્ય થી હળવા વરસાદની આગાહી છે. જે બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર અને ખેતીવાડી વિભાગ, ગીર સોમનાથ દ્વારા ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે નીચે મુજબના પગલાાંઓ લેવા ભલામણ કરવામાં આવે છે.
- અત્યારે શિયાળુ પાકો જે પાકટ અવસ્થાએ છે તેમની કાપણી કમોસમી વરસાદ પડવાની આગાહી દરમ્યાન મુલત્વી રાખવી.
- ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઠાકી દેવુ અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતુ અટકાવવુ.
- પાકોની અંદર જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો.
- એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે.
- એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા.
- એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે
લઇ જવાતી ખેત પેદાશો શક્યત; આ દિવસો દરમ્યાન વાતાવરણનું નિરીક્ષણ કર્યા બાદજ યોગ્ય સુરક્ષિત રીતે લઇ જવી.
- બિયારણ, ખાતર વગેરે જેવી ખેત સામગ્રીના ઇનપુટસ ડીલરોએ ગોડાઉન સુરક્ષિત રાખવા.
રમેશ રાઠોડ
વિષય નિષ્ણાંત – પાક સંરક્ષણ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ગીર સોમનાથ