ખંભાત નગરપાલિકા દ્વારા ૪ કરોડ ઉપરાંતનો વીજ બીલ ન ભરવામાં આવતા મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ સ્ટ્રીટ લાઈટોનું કનેક્શન કાપી નાખ્યું હતું.જેને કારણે શહેરીજનોને અંધારૂ ઉલેચવાનો વારો આવ્યો હતો.સદર મુદ્દે નગરપાલિકામાં કોંગ્રેસના સભ્યોએ હલ્લાબોલ મચાવ્યો હતો.
નોંધનીય છે કે, નગરપાલિકા ઓફીસ અને પંપીગ સ્ટેશનના વીજ કનેક્શન વીજ કંપનીના અધિકારીઓ કાપવાના હતા તે પૂર્વે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલની મધ્યસ્થીને કારણે સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું.સમસ્યાના સુખદ સમાધાન માટે નગરપાલિકાએ ૧૦ લાખ વીજબિલ ભર્યું છે.બાકીની રકમ ત્રણ હપ્તામાં ભરી દેવાની બાંહેધરી અપાઈ છે.કરોડોનો ટેક્ષ ઉઘરાવતી નગરપાલિકાએ કરોડોનું દેવાળું ફુક્યું છે.
(સલમાન પઠાણ-ખંભાત)