જૂનાગઢ જિલ્લા ના કેશોદ શહેર માં ટોપ સરચાઈ રહેલો કિસ્સો વ્યાજખોરી ના ચક્ર માં ફસાયેલા યુવાને પઠાણી ઉઘરાણી થતા મોત ને વહાલું કર્યું હતું .

કેશોદ શહેર ના ગાંધીનગર સોસાયટીમાં રહેતા અને ઓટો મોબાઈલસ માં કામ કરતા કિશનભાઈ ખાંણદલ વ્યાજચક્ર માં ફસાઈ ગયા હતા અને ઝેરી ટિકડા ખાઈ  લીધા હતા જ્યારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જ્યારે આ ઘટના ને 20 દિવસ જેવો સમય પણ વીતી જાવા પામ્યો હતો કિશનભાઈ ખાણદલ ગત તારીખ 8.02.2023 ના રોજ વ્યાજખોરો ના ત્રાસ થી કંટાળી ને મોત ને વહાલું કરવાના છે તેવી માહિતી મિત્ર વર્તુળ દ્વારા તેમના પિતા અશોકભાઈ ખાણદલ ને મળતા તેઓ પોતાના પુત્ર ને  બપોર ના સમયે શોધી ને તેમને ઘરે લઈ ગયા હતા.

પરંતુ ઘર માં પ્રવેશ કરે એ પહેલાં ટિકડા ખાઈ લેતા  સારવાર માટે ખાનગી હોસ્પિટલ માં લઇ ગયા હતા અને  વધુ સારવાર માટે જૂનાગઢ જતા હતા ત્યારે રસ્તા માં જ કિશનભાઈ નું પ્રાણ પંખેરૂ ઉડી જતા પરત કેશોદ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા  જ્યારે આ ઘટના ને લઈ ને કેશોદ પોલિસ દ્વારા ગુનો નોંધી તપાસ નો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો હતો.

મૃતક કિશનભાઈ અશોકભાઈ ખાણદલ દ્વારા થોડા સમય પહેલા ત્રણ લાખ પચાસ હજાર જેવી રકમ વ્યાજખોરો  ને ચૂકવી આપી હતી  તેમ છતાં મૂર્તક કિશનભાઈ ને ફોન અને whatshap માં મેસેજ દ્વારા ધમકી ભર્યા મેસેજ મળતા હતા જ્યારે તંત્ર ને મૂર્તક ના પિતા દ્વારા વહેલી તકે તપાસ કરી અને ન્યાય માટે આજીજી કરવા માં આવી હતી  મૃતક કિશનભાઈ મોત ને વહાલું કર્યું એના થોડા દિવસો પહેલા તેમના ઘરે દીકરા નો જન્મ થયો હતો જ્યારે પરિવાર ખુશી મનાવે એ પહેલાં શોકમગ્ન બની ગયા હતા 

જ્યારે આ કિસ્સા માં મૃતક કિશનભાઈ ના ઓડીઓ કલીપ વાઇરલ થતા ચકચાર મચી ગઇ હતી ત્યારે કેશોદ પોલીસ દ્વારા કિશનભાઈ ના પિતા પાસે રહેલા પુરાવા ની ચોકસાઇ કરી અને ગુનો નોંધવામાં આવ્યો હતો મૂર્તક ના પિતા અશોકભાઈ ખાણદલ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન ના psi બી બી .કોલી સમક્ષ ફરિયાદ લખાવવામાં આવી હતી જેમાં તેમના દીકરી કિશનભાઈએ ભયાભાઈ ઉર્ફે(જગમાલભાઈ મારું) અને માલદે ઓડેદરા પાસે થી બે લાખ વ્યાજે લીધેલા હોય જે રકમ નું રોજ નું વ્યાજ એક હજાર રૂપિયા જેટલું વ્યાજ લેવામાં આવતું હોય તેમજ તે વ્યાજ ના સાડા ત્રણ લાખ રૂપિયા કિશનભાઈએ તેમના પિતા પાસે થી લઈ અને ચુકવી આપેલા હોય તેમ છતાં પણ બને ઈસમો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને વધુ એક લાખ ની માગણી કરવામાં આવતી હોય જેથી કિશનભાઈ એ ઝેરી ટિકડા ખાઈ લેતા મૃત્યુ ને ભેટીયા હતા .જ્યારે હાલ કેશોદ ટોપ ઓફ ટાઉન કિસ્સા માં પોલિસ દ્વારા ગુજરાત નાણાં ધિરાણ અધિનિયમ હેઠળ  ભાયાભાઈ ઉર્ફે (જગાભાઈ માલદેભાઈ મારું ) અને માલદેભાઈ કેશુભાઈ ઓડેદરા વિરુદ્ધ ગુનો નોંધી બંને ને ઝડપી લેવા તાપસ ના ચક્રો ગતિમાન કર્યા છે