વઢવાણ તાલુકાના નગરા ગામે 11 kv જવાન, વિકાસ,કિશાન AG ફીડર લોકાર્પિત કરવામાં આવ્યું હતું. આ ફીડર કાર્યરત થતા નગરા, પ્રાણગઢ, અધેલી, ચમારજ, કટુડા એમ 5 ગામોને 24 કલાક સિંગલ ફેઝ વીજળીની સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ લોકાર્પણ કરતા જણાવ્યું કે વડાપ્રધાન જ્યારે મુખયમંત્રી હતા ત્યારે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી હતી. ખેતીવાડી માટે વીજળીનું અલગ નેટવર્ક ઊભું કરી રાજ્યના ખેડૂતોને વીજળી અપાઇ રહી છે. ખેડૂતોને પાક માટે સમયસર પાણી આપવા સરકારે લાખો ખેડૂતોને વીજ કનેક્શન આપી સિંચાઈની સવલતમાં વધારો કર્યો છે. આજે નગરા ગામે 11 kv જવાન, વિકાસ, કિશાન AG ફીડરોમાં 24 કલાક સિંગલ ફેઝ વીજળીની સુવિધાનું અનાવરણ કરાયુ છે. જેનાથી નગરા, પ્રાણગઢ, અધેલી, ચમારજ, કટુડા એમ 5 ગામોના 900 ગ્રાહકોને લાભ મળતા ખેડૂતોની કૃષિ સવલતોમાં વધારો થશે.વઢવાણ તાલુકાના 45 ગામોમાંથી આજે 44 ગામોમાં 24 કલાક સિંગલ ફેઝ વીજળીનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે બાકીના એક ગામમાં પણ ટૂંક જ સમયમાં કામ પૂર્ણ કરી દેવાશે. તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ત્રિભોવનભાઈ, અગ્રણી સર્વ મુકેશભાઈ પટેલ, દિલીપસિંહ ગોહિલ, રવજીભાઈ સહિતના ઉપસ્થિત રહીયા હતા.