તારાપુર ગામની સરકારી હોસ્પિટલ, સઆદત હોસ્પિટલ તેમજ જમના સર્જીકલ હોસ્પિટલમાં માદરે વતન તારાપુરના ભામાશા દાનવીરશ્રી શૈલેષભાઈ કાન્તીભાઈ પટેલ (યુએસએ) તરફથી રોટરી ક્લબ ઓફ તારાપુરના માધ્યમથી તારાપુર ગામની ત્રણેય હોસ્પિટલોમાં 365 દિવસ ટિફિન સેવા અવિરત રીતે ચાલી રહી છે નિત્યક્રમે ગરમા ગરમ તાજુ તહેવાર મુજબ મિષ્ટાન્ન સહિતનું ભોજન સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા તૈયાર કરવામાં આવે છે અને બરાબર ૧૧ વાગે હોસ્પિટલમાં ભોજન દર્દીઓને આપવામાં આવે છે. જેમાં રોટરી ક્લબ તારાપુર દ્વારા તેનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. રોટરી સભ્યોની સાથે સાથે તારાપુરની વિવિધ સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો દર્દીઓને જમાડવાનો અનેરો લ્હાવો લેતા હોય છે...