જૂનાગઢ જિલ્લાના આઉટ સોર્સિંગ કર્મચારી
સંઘ દ્વારા પોતાની પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની
હડતાળ શરૂ કરી છે. ત્યારે ટીબી વિભાગના
આઉટ સોર્સિંગ કર્મીઓએ અનોખો વિરોધ
કર્યો હતો. જેમાં પોતાની વિવિધ માગણીઓને
લઈ સરકાર સુધી વાત પહોંચાડવા સિવિલ
હોસ્પિટલના મેદાનમાં ટીબી વિભાગના કર્મીઓ
ગરબે ઘૂમ્યા હતા. સરકારને રજૂઆત કરી
ટીબી વિભાગના આઉટ સોર્સિંગ કર્મીચારીઓ
દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી
કે, વર્તમાન સમયને ધ્યાને લઇ પગાર વધારો
કરવામાં આવે, લાંબાગાળાની સેવાને ધ્યાને લઈ
કમ્પેન્સેશનની જોગવાઇ કરવામાં આવે અને
નિયમાનુસાર તમામ કર્મચારીઓને હંગામીમાંથી
કાયમી કરવા આદેશ આપવામાં આવે, અગાઉનાં
સુધારા પગાર વધારામાં જે કેડરને અન્યાય થયેલ
હતો તે દુર કરી એરીયર્સની ચુકવણી કરવાની
માગ કરી છે। કર્મીઓએ અનેક માંગણીઓ કરી
આ ઉપરાંત દર્દીઓને ડોરસ્ટેપ સેવા આપતા
TBHV કેડરનાં કર્મીઓને પેટ્રોલ એલાઉન્સ
આપવામાં આવે, તેમજ ચાલુ ફરજ દરમિયાન
સર્વિસ મૃત્યુ સહાય જે બે લાખ રુપિયા
આપવામાં આવે છે તેને દસ લાખ રૂપીયા
કરવામાં આવે, શારીરીક અક્ષમતા કે નિવૃત્તીનાં
કારણોસર નિવૃત થતા કર્મીને કમ્પન્સેશન
આપવાની જોગવાઇઓ કરાય, કોરોના કાળ
દરમિયાન ફરજ બજાવતા અને કોવિડથી મૃત્યુ
પામેલ અમદાવાદનાં લેખક શરોબેન ખડવીના
પરિવારને સરકારે જાહેર કરેલા રૂપીયા 25
લાખની સહાય તાત્કાલિક ચુકવવામાં આવે,
પરકોર્મન્સ પાઇઝના આધારે અપાતુ ઇન્ડીમેન્ટ
5 % થી વધારીને 15 % કરવામાં આવે,
છેલ્લા પાંચ વર્ષથી પડતર માંગણીઓ હવે
વહેલીતકે સ્વીકારવામાં આવે જેવી વિવિધ
માંગણીઓને લઈ જૂનાગઢ આઉટ સોર્સિગ ટીબી
કર્મચારીઓએ રજૂઆત કરી હતી.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ