દાહોદ તાલુકાના કતવારા ગામે ખેતરમાં થ્રેશર મશીનથી ઘઉ વાડવા આવેલા ટ્રેક્ટર ચાલક થ્રેશર મશીનમાં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ આસપાસના સ્થાનિકો તેમજ મરણ જનાર ના સ્વજનોને થતા ઘટના સ્થળે લોકોના ટોળા જામ્યા હતા તો મરણ જનાર ટ્રેક્ટર ચાલકના સ્વજનોએ હૈયા ફાટ રૂદનથી ગમગીની છવાય જવા પામી હતી. (રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)  પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના લીલર ગામના રહેવાસી ૬૦ વર્ષીય જેતા ભાઈ સોમજીભાઈ હઠીલા પોતાના કબ્જા હેઠળનું ય્ત્ન ૨૦ મ્ ૪૬૧૪ નંબર નું થ્રેશર મશીન સાથે જાેડેલું ટ્રેક્ટર લઈ કતવારા ખાતે રાણાપુર રોડ પર આવેલા ખેતરમાં ઘઉ વાઢવા માટે ગયા હતા જ્યાં ઘઉ વાઢતી વખતે ચાલુ થ્રેશર મશીનમાં કચરો સાફ કરવા જતા દેતા ભાઈ નો હાથ થ્રેશર મશીનમાં આવી જતા પલકવારમાંજ દેતા ભાઈ થ્રેશર મશીનમાં ભીડવાય જતા તેઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિકોને થતા ઘટના સ્થળે ટોળે વળ્યાં હતા ત્યારે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા કતવારા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને થ્રેશરમાં ફસાયેલા દેતાભાઈ હઠીલાના મૃતદેહને થ્રેશર મશીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો તે સમયે ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોએ હૈયા ફાટ રૂદન થી વાતાવરણ તંગ બન્યું હતું અને ગામમાં ગમગીની છવાય હતી ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.