તાજેતરમાં રાજ્યકક્ષાનું ૫૦ મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ધાંગધ્રા ખાતે યોજવામાં આવ્યું હતું તેમાં બનાસકાંઠા જિલ્લાની દિયોદર તાલુકા ની શ્રી સુરાણા પ્રાથમિક શાળા વિભાગ નંબર બે માં ઇકોફ્રેન્ડલી સામગ્રીમાં ભાગ લીધો હતો.. શાળાની વિદ્યાર્થીની માહીબેન જોશી તેમજ પૂર્વાબેન જોશી તેમજ માર્ગદર્શન ગૌ ભક્ત શિક્ષક શ્રી રાજેશકુમાર શિવશંકર જોશી એ સમગ્ર ગુજરાતમાં નોમિનેટ થઈ જિલ્લા, તાલુકા તેમજ ગામ નું નામ રોશન કર્યું છે.જેમને ગોમય પ્રોડક્ટ બનાવી છે. ગો માતા ના ગોબર માંથી ૪૦ પ્રકાર ની પ્રોડક્ટ બનાવી છે. ભારત ને પ્લાસ્ટિક મુક્ત કરી પર્યાવરણ ની રક્ષા કરી ભારત ને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ આ કૃતિ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આ કૃતિ હવે રાષ્ટ્રકક્ષા એ ગુજરાત રાજ્ય નું પ્રતિનિધિત્વ કરશે.આ સિદ્ધિ બદલ શાળા પરિવાર માં આનંદ ની લાગણી જોવા મળી રહી છે. તેમજ શાળા એ ગામ નું ગૌરવ વધાર્યું એ બદલ ગામ દ્વારા પણ શાળા ને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે....