ચોરો અને ગાંઠિયાઓ પોતાનો હાથ અજમાવવા માટે રોજ નવી નવી તરીકબ અજમાવતા હોય છે અને ચોરો ના આ નવા કિમીયાઓ ક્યારેક ક્યારેક રમૂજ પણ કરાવતા જોવા જાણવા મળે છે વળી હાલ ના સમય માં લોકો ખૂબ જાગૃત છે તેમાં પછી શહેર ના લોકો હોય કે ગામડા ના તેમ છતાં પણ ગઠિયાઓ તેના કરતાં પણ હોશિયાર બનવા લાગ્યા હોય તેવું સામે આવતું હોય છે
તેવું જ કંઈક બન્યું છે જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકામાં જેમાં માળીયા હાટીના તાલુકા ના અમરાપુર ગીર ગામ માં .
હવે ગીર ની વાત આવી એટલે તમને સિંહ ની યાદ જરૂર આવશે અને તમને એવું પણ મન માં થતું હશે કે ગીર માં સિંહ રહેતા હોય અને ગીર માં રહેતા લોકો પણ સિંહ જેવા જ હોય ત્યારે ભલું તેમને થોડા કોઈ ગાંઠિયા મામૂ બનાવી જાય તો એવું બિલકુલ નથી
માળીયા તાલુકા ના અમરાપુર ગીર ગામે રહેતા કાદર ભાઈ પૂજાભાઈ વેગદાણી ના ઘરે ગત 27.02.2023 ના રોજ અંદાજીત 10 વાગ્યા ની આસપાસ બે અજાણ્યા માણશો આવે છે અને જો સોના ના દાગીના મેલા હોય તો એને ઉજળા કરી દેવાનું કહે છે ત્યારે આપણે કહીએ છે કે સ્ત્રીઓ બહુ ભોળી હોય છે અને એમાં પણ ખાસ ગાંમડાની સ્ત્રીઓ ત્યારે આ કાદરભાઈ ના પત્ની અમીના બેન જેઓ 65 વર્ષ ના છે તેઓ આ અજાણ્યા ઈસમો ની વાત માં આવી જાય છે અને પોતાનો સોનાનાઓ ચેઇન અંદાજીત 18 મિલી 10 ગ્રામનો જેમની કિંમત જોઈએ તો 58989 જેવી થતી હોય જે ઉજળો કરવા આપી દે છે જ્યારે ગાંઠિયા પોતાની ચાલાકી થી આ ચેઇન માંથી 5 થી 6 ગ્રામ સોનુ જે અંદાજીત 15000 કિંમત નું ઉતારી લે છે અને ત્યાં થી રફુ ચક્કર થઈ જાય છે ત્યારે બાદ પરિવાર ના લોકો ને ખબર પડે છે કે સાઢિયે બેસી ને કૂતરું કરડાવ્યુ એટલે આ બાબત ની જાણ તેઓ માળીયા હાટીના પોલીસ મથક માં કરે છે જેને લઈ ને માળીયા હાટીના પોલીસ મથકે અજણાયા ઇસમો સામે બાબત નો ગુનો નોંધવામાં આવે છે જ્યારે હાલ માળીયા હાટીના પોલીસ દ્વારા આ ગઠિયાઓ ને પકડી પાડવા માટે તાપસ કરવામાં આવી રહી છે જે બાબત ની તપાસ માળીયા હાટીના પોલીસ મથક ના PSI B. K ચાવડા સાહેબ ચલાવી રહિયા છે
ત્યારે મિત્રો હાલ ઉનાળો છે અને બેકારી પણ ખૂબ હોય ત્યારે ખાસ આવા ગઠિયા બપોર નો સમય વધુ પસંદ કરતાં હોય છે ત્યારે આપની આસપાસ અજાણ્યા ઈસમો કે જેમને તમે ઓળખતા નથી તેઓ નો જોયા જાણ્યા વગર વિસવાશ ન કરશો અને તેમના દ્વારા કોઈ પ્રલોભન આપવામાં આવે અથવા કોઈ વસ્તૂઓ ખાવા કે પીવા માટે આપવામાં આવે તો ન લેશો
સતર્ક રહો સુખી રહો