કાંકરેજ તાલુકાના હ્દયસમા થરા વેપારી મથકમાં મુખ્ય નેશનલ હાઈવે ઉપર ધર્મની ધ્વજાને ફરકાવીને સતત સેવાકાર્યોથી જલારામ મંદિર ધમધમી રહ્યું છે.પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દાતા શ્રી અચરતલાલ શીવરામભાઈ ઠકકર પરિવારના પ્રેરણાદાયી સહયોગથી થરા બસ સ્ટેન્ડ ઉપર શ્રી જલારામ જલસેવા કેન્દ્રનો તાજેતરમાં જ શુભારંભ કરાયો છે.

    આ દિવ્ય અવસરે વિશ્ર્વ વિખ્યાત થરા વાળીનાથ મંદિરના મહંત પૂજ્ય ભરતપુરીજીએ આશીર્વાદ આપ્યા હતા જ્યારે જલસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના પૂર્વ મંત્રી તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તીસિંહજી વાઘેલાએ કર્યું હતું.આ શુભ અવસરે થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,તાણા સરપંચ દશરથભાઈ ઠકકર,થરા શહેર ભાજપ પ્રમુખ અનુભા વાઘેલા,કોર્પોરેટર ધીરજભાઈ શાહ,શીરવાડા સરપંચ કરસનભાઈ જોષી,અગ્રણીઓ ડો.રાજેશભાઈ બ્રહ્મભટ્ટ,પ્રહલાદભાઈ ઠકકર,ભૂપેન્દ્રસિંહ પરમાર,યશપાલસિંહ વાઘેલા,રાજુભાઈ લાટી,રાયમલભાઈ ચૌધરી,દિક્ષિત શાહ,જસવંતલાલ ઠકકર,ધવલ શાહ,નરેન્દ્રભાઈ સોની,કનુભાઈ પ્રજાપતિ(બનાસ),અતુલભાઈ શાહ,અણદાભાઈ ચૌધરી,વિનોદભાઈ પંચાલ,ૠત્વિક ઠકકર,જયંતિભાઈ ગોતરકા,અશોકભાઈ,દીલીપભાઈ દરજી,ભગવાનસિંહ(હકાભાઈ),લાભશંકરભાઈ પૂજારી સહિત ખૂબ મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.એસ.ટી.ડેપો થરા તેમજ દિયોદર ના મહેશભાઈ સોલંકી Bms પ્રદેશ ઉપ પ્રમુખ,કાછેલાજી ATI,શૈલેષભાઈ બારોટ યુનિટ મંત્રી BMS, ગમનભાઈ દેસાઈRss તાલુકા કાર્યવાહક ,મફતલાલ વાઘેલા,બાબુભાઈ ગોહિલ સહિત વિવિધ પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શ્રી જલારામ જલસેવા કેન્દ્રના સહયોગી અચરતલાલ ઠકકર તેમજ નિરંજનભાઈ એ.ઠકકરે સૌનું સન્માન કરી ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.