હાલોલ તાલુકાના પ્રતાપપુરા ખાતે આવેલ હરિઓમ એન્જિનિયર વર્કસ કંપનીનો જીએસટી નંબર બંધ કરી દીધા બાદ હરિઓમ એન્જિનિયર્સ વર્કસના સંચાલકે બાકી નીકળતી દંડ સહિતની જીએસટીની કુલ રકમ રૂ. 52,93,045/- ભરપાઈ કરી દીધી હોવા છતાં હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ જીએસટી કચેરીના જીએસટી અધિકારી દ્વારા તેઓનો જીએસટી નંબર ચાલુ કરવાની ખાત્રી આપવા છતાં જીએસટી નંબર બંધ કરી દીધા બાદ હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ જીએસટી કચેરીના અધિકારીઓ સહિત વડોદરા જીએસટી કમિશનર કચેરી ખાતે કમિશનરને પણ રજૂઆત કરવા છતાં તેઓનો નંબર આજ દિન જીએસટી નંબર શરૂ ન કરવામાં આવતા કંપની ચલાવવામાં આર્થિક હાડમારી ભોગવિને આખરે હારી થાકી હરિઓમ એન્જિનિયર્સ વર્કસના માલિક કનુભાઈ સનાભાઈ ગોહિલે તેઓને થયેલા અન્યાયને પગલે જીએસટી ઓફિસ સામે અન્ન જળનો ત્યાગ કરી સોમવારથી આમરણાંત ઉપવાસનો આરંભ કર્યો હતો અને આ બાબતે હાલોલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી પોતાનો રદ્ કરાયેલ જીએસટી નંબર શરૂ નહીં કરાય તો તો મરી જશે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરી આમંત્રણ ઉપવાસ પર બેસી રહી જ્યાં સુધી તેઓનો જીએસટી નંબર જીએસટી અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં ન આવે ત્યાં સુધી પોતાની અન્ન જળના ત્યાગ સાથેની આમરણાંત ઉપવાસ હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી અને આ આમરણાંત ઉપવાસ દરમ્યાન પોતાને જીવને કોઈ પણ જોખમ આવે તો તેની સંપૂર્ણ જવાબદારી લાગતાં વળગતા જીએસટી અધિકારીની રહેશે તેવું જણાવ્યું હતું.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं