ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા આગામી હોળી ધુળેટીના તહેવારને લઈને દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવા કામગીરી કરવા સુચના આપવામાં આવી છે. જે સુચના આધાર પો.સબ.ઇન્સ. એ.બી.વોરાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ઉનાના તડ ચેક પોસ્ટ ખાતે પેટ્રોલિંગમાં હતો. જે દરમિયાન નવાબંદર પોલીસે ચેકીંગ દરમ્યાન દીવ તરફથી આવતા ટ્રક ચાલકને રોકવી તલાશી લેતાં ટ્રકમાં રાખેલ મચ્છીમાં વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીનનો જથ્થો મળી આવતા પોલીસે શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે મચ્છિ ભરેલા ટ્રકમાં મચ્છીની આડમાં છૂપાવેલ વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીનનો ગેરકાયદેસર જથ્થો જોવા મળ્યો હતો. જેથી પોલીસે ટ્રક ચાલક યાકુબ કુરેશીને ગે.કા. વિદેશી દારૂની બોટલો અને બીયર ટીન કુલ નંગ-48, ટ્રક તેમજ મોબાઇલ મળી કુલ કિં.રૂ. 5 લાખ 12 હજાર 500ના મુદ્દામાલ સાથે નવાબંદર મરીન પોલીસે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.