સાબરકાંઠા જીલ્લાના પોશીના અને ખેડબ્રહ્મા

 વિસ્તારોમાં પોલીસ દ્વારા મોટાપાયે ઈંગ્લીશ દારૂ તેમજ બીયરનો જથ્થો ઝડપી પાડી બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવે છે અને ઝડપાયેલ ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ સરકારી ચોપડે લઈ સમયાંતરે તેનો નાશ કરવામાં આવતો હોય છે ત્યારે ખેડબ્રહ્મા તેમજ પોશીના પોલીસ મથકની હદમાં ઝડપાયેલ લાખોની કિંમતના મુદ્દામાલનો વરતોલ ગામ બહેડીયા રોડ પર આવેલ સરકારી ખરાબાની પડતર જમીનમાં પોલીસ તેમજ વહિવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો.

રૂા. 2437182લાખના દારૂ- બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું

 જીલ્લા પોલીસવડા તથા ની સુચનાથી તથા ડીવાયએસપી ના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષમાં પોશીના અને ખેડબ્રહ્મા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ઝડપાયેલ ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ-૧૧૫૫૪ કિંમત રૂા.૨૪૩૭૧૮૨નો મુદ્દામાલ જે બંને પોલીસ મથકની હદમાં ઝડપાયો હતો તે મુદ્દામાલ ખેડબ્રહ્માશહેર કોર્ટમાંથી અને પોશીના કોર્ટમાં મંજુરી મેળવી ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી તથા ઈડર ડીવાયએસપી અને જીલ્લા નશાબંધી અધિકારી તેમજ બંને પોલીસ મથકના પીએસઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં બહેડીયા રોડ પર આવેલ સરકારી પડતર ખરાબાની જમીનમાં જેસીબી તથા રોલર વડે તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો .