જૂનાગઢ જિલ્લા ની કેશોદ નગરપાલિકા માં સફાઈ કામદારો ને મળવા પાત્ર હક્ક ચુકવવામાં ન આવતા હોય જેને કારણે હંગામી ધોરણે કામ કરતા સફાઈ કામદારો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી પંદર દિવસ થી વિરોધ માં ઉતર્યા હતા અને ઉપવાસ આદોલન ચાલુ કર્યું હતું
જ્યારે હાલ વિધાનસભા નું સત્ર ચાલુ હોય અને આવનારી બીજી માર્ચ ના રોજ સામાન્ય સભા મળવાની હોય ત્યારે ડબલ એન્જીનના ધજાગરા ન ઉડે તે માટે નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી અને લેખિત બાંહેધરી આપી ઉપવાસ આદિલોન માં સફાઈ કામદારો ને પારણા કરાવ્યા હતા અને આંદોલન ને સમેટી લેવામાં આવ્યું હતું
જો અગાઉ ની વાત કરીએ તો કેશોદ નગરપાલિકા દ્વારા 12 વર્ષ પહેલાં આવોજ લોલીપોપ આપવામાં આવ્યો હતો ત્યારે ફરી વખત પણ એવું જ થતું હોય તેવું લાગી રહિયું છે જ્યારે હાઇકોર્ટ ના આદેશ મુજબ નગરપાલિકા માં ત્રીજા અને ચોથા વર્ગના લાગતા વળગતા ફરજ બજાવતા કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓ માટે પક્ષપાતી વલણ અપનાવવામાં આવતું હોય જેના કારણે સફાઈ કામદારો સોચણ નો ભોગ બની રહિયા છે ત્યારે આજે કેશોદ નગરપાલિકા ના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપવાસ આંદોલન ને સમેટી લેવા માટે પારણા કરાવવા પહોંચ્યા હતા જ્યારે પારણા દરમિયાન વચેટીયા પણ મોકા ની રાહ જોતા હોય તેમ લીંબળ જસ ખાટવા માટે પહોંચી ગયા હતા અને ધક્કા મુક્કી કરી હતી
ત્યારે હાલ તો સફાઈ કામદારો ની સમસ્યા નું ખરા અર્થમાં ક્યારે નિરાકરણ આવશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ નગરપાલિકા ની ચિતા ટળી ગઈ હોય તેવું લાગી રહિયું છે