રિમાન્ડ દમિયાન આરોપી પાસેથી વધુ ઉપયોગમાં લેવાયેલ છરો , બંદૂકની નાળ અને બાઈક મળ્યું.

 વન વિભાગ દ્વારા આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજુ કરાયા હતા. 

સાવરકુંડલા વન વિભાગના સ્ટાફે અમૃતવેલ ગામે રેવન્યુ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રેડ કરતા શિકાર કરાયેલ "નીલ ગાયનું" ચામડું તથા મટન અને શિકારમાં ઉપયોગમાં લેવાયેલ દેશી બનાવટની બંદૂક તથા અન્ય હથિયારો મળી મુદ્દામાલ સાથે બે આરોપીને વનવિભાગે પકડી પાડ્યા હતા. અને આરોપીઓના બે દિવસના રિમાન્ડપૂર્ણ થતાં કોર્ટમાં રજુ કરતા કોર્ટે બને આરોપીના જામીન ના મંજૂર કર્યા હતા અને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.

 ધારી ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જના અમૃતવેલ ગામના રેવન્યુ વિસ્તારમાં તા .૨૭ જાન્યુઆરીના રોજ એક નીલ ગાયનો શિકાર થયો હોવાની બાતમી આધારે ધારી ગીર પૂર્વના ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલા અને એ.સી.એફ શૈલેષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા આર.એફ.ઓ. પ્રતાપભાઈ ચાંદુ તેમજ ફોરેસ્ટર યાસીન જુણેજા , પ્રદીપસિંહ ચાવડા અને પી.સી.થડેસા સહિતના સ્ટાફ દ્વારા અમૃતવેલ ગામના રેવન્યુ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી અને રેડ કરતા ધીરૂભાઈ હરજીભાઈ સોહલીયા ના ખેતરમાં સ્થળ પરથી મટનના ટુકડાઓ તેમજ દેશી બંદૂક , દેશી બંદૂકનો પાવડર , લોહીવાળો કુહાડો , લોખંડ નો પાઇપ તેમજ પ્રવીણભાઈ બચુભાઈ વઘાસીયાની વાડીમાંથી નીલગાયનું ચામડું ,શિંગડા , જડબા સાથેના પગનું હાડકુ , આંતરડાના ટુકડા સહિત મુદ્દામાલ મળી આવ્યો હતો.

 નીલ ગાયનો શિકાર કરનાર બે શિકારીઓ ફરાર થઈ ગયા હતા. સાવરકુંડલા વન વિભાગ દ્વારા નીલ ગાયનો શિકાર કરનારા

 (૧) સતારભાઈ કાળુભાઈ મોરી

(૨) સુલતાનભાઈ રહેમાનભાઈ લાડકને  

       પકડી પાડયા હતા.

  કોર્ટે બને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે ગુરૂવારે બને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં વન વિભાગ દ્વવારા બને આરોપીઓને રિમાન્ડ દરમ્યાન આરોપીઓ પાસેથી મળી આવેલ ગુન્હામાં કામે ઉપયોગમાં લેવાયેલ છરો , બંદૂકની નાળ અને  બાઈક સહિત વધુ મુદ્દામાલ સાથે કોર્ટમાં રજૂ કરતાં નામદાર કોર્ટે બને આરોપીના જામીન ના મંજૂર કર્યા હતા અને બને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું વન વિભાગ દ્વારા જણાવાયુ હતું .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.