બનાસકાંઠા જીલ્લામાં ૧૫ વર્ષ બાદ 

બિનવારસી વાહનોની જાહેર હરાજીની પ્રશંસનીય કામગીરી કરતી ડીસા ડિવિઝન પોલીસ 

શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરિક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા જીલ્લા નાઓની જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન હેઠળ શ્રી ડૉ.કુશલ આર ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક, ડીસા વિભાગનાઓની હરાજી કમિટીના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જીલ્લામાં ૧૫ વર્ષ બાદ એટલે કે સને-૨૦૦૮ બાદ અને ડીસા ડિવિઝન દ્વારા સૌ પ્રથમ વખત હરાજી કરવામાં આવેલ. જેમાં ડીસા ડિવિઝનના પોલીસ મથકના કમ્પાઉન્ડમા બિનવારસી હેઠળ જપ્ત કરેલા અલગ અલગ વાહનો જેમ કે ટુ વહીલર વાહન-૬૪, થ્રી વ્હીલર-૦૧, ફોર વહીલર-૦૨ એમ કુલ-૬૭ વાહનોના નિકાલ માટે તા ૨૬/૦૨/૨૦૨૩ ના રોજ ડીસા ડીવીઝન કમીટી દ્રારા ડીસા રૂરલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ જાહેર હરાજી યોજાઇ હતી. આ હરાજીમા ભાગ લેવા સમગ્ર ગુજરાતના ૧૪૧ જેટલા સ્ક્રેપના વેપારીઓ ઉપસ્થિત રહયા હતા આ હરાજીમાં કુલ ૬૭ વાહનોની તા.૨૬/૦૨/૨૦૨૩ સવારે ૧૨/૩૦ થી ૧૫/૧૫ વાગ્યા સુધીના સમય દરમ્યાન હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં હરાજીવાળા વાહનોની અપસેટ વેલ્યુ કિં.રૂ. ૪,૪૭,૮૦૦/- નક્કી કરેલ હતી. આ હરાજી દરમ્યાન ઝીકરા એન્ટ્રરપ્રાઇઝ, છાપીનાઓ દ્વારા સૌથી ઉંચી બોલી કિં.રૂ.૬,૨૫,૦૦૦/- ની બોલવામાં આવેલ જે અપસેટ વેલ્યુ કરતાં રૂ.૧,૭૭,૨૦૦/- વધુ હતી. આમ વાહનોની હરાજીની કિં.રૂ.૬,૨૫,૦૦૦/- તથા ૧૮ % GST કિં.રૂ.૧,૧૨,૫૦૦/- સહિત સરકારશ્રીની તિજોરીને કુલ રૂ.૭,૩૭,૫૦૦/- ની આવક થયેલ હતી. આ હરાજીની પ્રક્રિયાને સફળ બનાવવા છેલ્લા છ માસથી ડીસા ડિવિઝનના નીચે જણાવેલ પોલીસ અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓએ સતત ખંતપુર્વક કામગીરી કરેલ છે.