ડીસા આદર્શ વિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવ્યું

ડીસા આદર્શ વિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળા નો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ તરફથી અંદાજિત 75 જેટલી વિજ્ઞાન અને સાયન્સને લગતી કૃતિઓ દર્શાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વેસ્ટ માંથી બેસ્ટ બનાવી તેનો ઉપયોગ કરી આપણા જીવનમાં અને ભવિષ્યમાં શું ઉપયોગી થઈ શકે છે તેનો સુંદર રીતે આયોજન કરી વરણવામાં આવ્યું હતું... વિજ્ઞાન મેળામાં શાળાના વિદ્યાર્થીઓ તરફથી એર કુલર સૂર્યપ્રકાશથી શુ શુ સાધનો ચાલી શકે છે તેમજ ભવિષ્ય ના પ્રોજેક્ટ જેવી અને કલાકૃતિઓ દર્શાવી વિજ્ઞાન સાથે જોડાવાની એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વિજ્ઞાન મેળાના આયોજનથી અભ્યાસ કરતા બાળકોમાં વિજ્ઞાન અને સાયન્સને લઈ રુચિ વધે તેમ જ ભવિષ્યમાં આ વિષયમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે એવા સુંદર હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં શાળાના બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને તેમનું પ્રોત્સાહન વધારવા માટે વાલીઓ અને શિક્ષક મિત્રોએ પણ સહકાર આપ્યો હતો...