પૂર્વ IPS બદનામ કરવાનું ષડયંત્ર : ચાર આરોપીની જામીન અરજી ગાંધીનગર સેશન્સ કોર્ટે ફગાવી
- ખોટી એફીડેવીટ કરીને પૂર્વ આઈપીએસને ફસાવીને રૂા.૮ કરોડની ખંડણી વસૂલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
- ભાજપના નેતા, બે પત્રકારો સહીત પાંચ શખ્સોની એટીએસે ધરપકડ કરી હતી :ખોટું સોગંદનામું પણ બનાવ્યું હતું
નિવૃત્ત આઈપીએસને દૂષ્કર્મ કેસમાં ખોટી રીતે ફસાવીને ખોટી એફીડેવીટ કરીને ૮ કરોડની ખંડણી વસૂલવાના કેસમાં એટીએસે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં ભાજપના એક નેતાની પણ સંડોવણી બહાર આવી હતી તો ગાંધીનગરના બે પત્રકારોની પણ સંડોવણી બહાર આવી હતી. એટીએસે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને બાદમાં તમામને જેલમાં મોકલી આપ્યા હતા. આ પાંચ આરોપી પૈકી ચારે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી તે અરજી કોર્ટે ફગાવી દીધી હતી.