અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર શાખા દ્વારા જી.ડી મોદી કોલેજમાં હિન્દુ તહેવાર હોળીના દિવસે કોલેજનું પેપર રખાયું હોવાથી પેપરની તારીખ બદલાવવા બાબતે પ્રિન્સિપાલને આવેનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જોકે વિદ્યાર્થીઓની માગ નહિ સ્વીકારવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.