ભવન્સ કૉલેજ ડાકોરમાં ઇંટર કૉલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. 

ભારતીય વિદ્યાભવન, ડાકોર કેન્દ્ર સંચાલિત ભવન્સ શ્રી ઈશ્વરલાલ એલ. પી. આર્ટ્સ-સાયન્સ & શ્રીમતી જશોદાબેન શાહ કોમર્સ કૉલેજમાં તા ૧૬/૦૨/૨૦૨૩ થી તા- ૨૫/૦૨/૨૦૨૩ સુધી આંતર કૉલેજ ક્રિકેટ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં B.A.sem -6 ની ટીમ ચેમ્પિયન બની હતી તેમજ B.Com sem-6 ની ટીમ રનર્સ અપ બની હતી. યોગેશ વી. ચાવડાએ 'મેન ઓફ ધ મેચ' અને 'મેન ઓફ ધ સિરીઝ'નો ખિતાબ મેળવ્યો હતો. આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડાકોર પોલીસ વિભાગના PI ભીમાણી સાહેબ, PSI ચૌધરી સાહેબ અને ડાકોર મંદિરના મેનેજર મહેતાસાહેબે ઉપસ્થિત રહી ખેલાડીઓને સર્ટિફિકેટ અને ઇનામ તથા ચેમ્પિયન ટીમને ટ્રોફી એનાયત કરી હતી. કૉલેજના સેક્રેટરી શ્રીમતી નીકિતાબેન ગાંધી, કૉલેજના કાર્યકારી આચાર્ય ડૉ. ટી. આર. ત્રિવેદી, શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડૉ. એ.કે. ચૌધરી તેમજ નેક કૉ -ઓર્ડીનેટર ડૉ. સહજ ગાંધીએ ઉપસ્થિત રહી ખેલાડીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટર : સૈયદ અનવર. ઠાસરા ખેડા