આમ આદમી પાર્ટી તાપી જિલ્લા સંગઠનના પ્રમુખ મહેન્દ્રભાઈ ગામીતની આગેવાનીમાં વાલોડ તાલુકા સંગઠનની મિટિંગ યોજવામાં આવી હતી.જેમાં વાલોડ તાલુકામાં આવતા તમામ સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકર્તા અને સહકારી વિભાગ પ્રદેશ અધ્યક્ષ અરવિંદભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા હતા અને આગળની રણ નીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તાપી જિલ્લાના વાલોડ તાલુકા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવનારા દિવસોમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે ના પ્રયત્નો સાથે અનેક પ્રકારની રણનીતિના સંદર્ભમાં સંગઠનના હોદ્દેદારો ની સફળ બેઠક યોજવામાં આવી હતી.