જૂનાગઢ જિલ્લા ના ભેસાણ ખાતે લેઉવા પટેલ સમાજ ના ગ્રાઉન્ડમાં શ્રી સરદાર પટેલ સેવા દળ (SPG) દ્વારા રાજસ્વી સાહિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે આ કાર્યકમના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ના હસ્તે સરદાર પટેલ ની પ્રતિમાં ને ફૂલ હાર કરી દીપ પ્રાગટય સાથે કાર્યક્રમની શરૂવાત કરવામાં આવી હતી .કાર્યક્રમ ના મુખ્ય મહેમાનો માં SPG ના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેમજ ઉપાધ્યક્ષ બાબુભાઇ સુતરિયા,સોવરાષ્ટ્ર ના અધ્યક્ષ કલ્પેશભાઈ  રાંક, સાથે જૂનાગઢ ના ધારસભ્ય સંજયભાઈ કોરડીયા,તેમજ ભેસાણ અને વિસાવદર ના ધારાસભ્ય ભુપતભાઇ ભાયાણી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ના પતિ ભાવેશભાઈ  ત્રાપસીયા તેમજ અન્ય ધારસભ્ય શ્રી ઓના પ્રતિનિધિ ખાસ ઉપસ્થિત રહિયા હતા.પધારેલા મહેમાનો ને ફૂલ હાર અને સાલ ઓઢાળી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.જ્યારે આ કાર્યક્રમમાં લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું  સરદાર પટેલ સેવાદળ નો મુખ્ય હેતુ એ છે કે પટેલ સમાજ ને એક થવું અને પટેલ સમાજ નું રક્ષણ કરવું તેમજ પાટીદાર સમાજ ની દીકરીઓ ને જાગૃત કરવી,તેમજ મોટા બ્લડ કેમ્પ યોજવા, તેમજ ગુજરત ના કોઈ પણ ખુણે  સમાજ ના આર્થિક કે સામાજિક પ્રશ્નો હોય તો તેનું નિરાકારણ લાવવું,તેમજ ખેડૂત ભાઈઓને અસામાજિક તત્વોથી થતા અન્યાય સામે લડવું જેવા અનેક મુદ્દાઓ ને લઈ ને કાર્યરત છે .

જ્યારે આ કાર્યક્રમમાં પટેલ સમાજ ને SPG ગ્રુપ ના સભ્ય બની જોડાવા  માટે હાકલ કરવામાં આવી હતી.તેમજ આ કાર્યક્રમમાં પધારેલ SPG ની ટિમો જેમાં રાજકોટ ,જૂનાગઢ,જેતપુર,ભેંસાણ વગેરે ની સમિતિ દ્વારા પધારેલ મહેમાનો નું ફૂલ હાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું જ્યારે આ કાર્યક્રમ માં ભેસાણ તાલુકા ના તમામ ગામ ના પાટીધાર સરપંચો તેમજ તાલુકા ના અગ્રણીઓ હાજર રહિયા હતા જ્યારે સ્થાનિક ધારાસભ્ય ભુપતભાઇ ભાયાણી નું ભેસાણ ની ખોડલધામ સમિતિ અને ભેસાણ ના કર્મચારી મંડળ દ્વારા સાહિ સન્માન કરવામાં આવ્યું હતું