વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ પર છ વર્ષ અગાઉ હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જે કેસમાં એડિશનલ સેસન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ રામજીભાઈ પરમાર પર ગત તા.27 નવેમ્બર 2018 ના રોજ હુમલો થયો હતો. પંચાયતની સરપંચની ચૂંટણીની અદાવત અને પોતાના કામ થતા ન હોવાના આક્ષેપો સાથે આરોપી કાનજીભાઈ ઉર્ફે લાલો સેધાભાઈ રાવળે ડેપ્યુટી સરપંચ પર ધારીયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અંગે વડગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
જે કેસ પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા જજ પી.એ.પટેલે આરોપીને આજીવન કેદની સજા કરી હતી. આ હત્યા કેસમાં સરકારી વકીલ દિપક પુરોહિત એ રજૂ કરેલા 36 જેટલા દસ્તાવેજી પુરાવા અને 13 મૌખિક પુરાવાઓને ધ્યાને લઈને નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ 21 હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ આરોપીને સબજેલમાં મોકલવામાં આવ્યો હતો.