ડીસા તાલુકાના વડાવળ ગામની એક યુવતીના લગ્ન વર્ષ 2011માં લોરવાડા ગામના અલ્પેશ રબારી સાથે સમાજના રીતીરિવાજ મુજબ થયા હતા. શરૂઆતના ત્રણ વર્ષ સુધી મનમેળ ચાલ્યા બાદ તેને સંતાન ન થતા તેનો પતિ હેરાન કરવા લાગ્યો હતો.
તેમ છતાં પણ ઘર સંસારના ભાગે તે માટે યુવતી સહન કરીને પડી રહેતી હતી. અત્યાર સુધી તેને સંતાન ન થયું હોવાથી તે ભમરાળી છે, તારા પિતાએ દહેજમાં કાઈ આપ્યું નથી, તેમ કહી દહેજ પેટે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી.
લગ્નજીવનના 9 વર્ષ બાદ પણ સંતાન ન થતા બીજા લગ્ન કરવાના ઇરાદે સાસુ સસરાની ચડામણીથી તેના પતિએ યુવતીને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. જે મામલે પીડિત યુવતીએ તેના પતિ અલ્પેશ રબારી અને સાસુ સસરા સહિત ત્રણ સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.