પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહૈબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કારણે
ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર, એલ.સી.બી ના હેડ કોન્સ. અશોકભાઇ ડાભી તથા અરવિંદભાઇ બારૈયાને સંયુકત રીતે માહિતી મળેલ કે, ગોપાલ સુખદેવ ઉર્ફે સુખાભાઇ બારૈયા રહે.સથરા તા.તળાજા જી.ભાવનગર તથા તેની સાથે એક માણસ તેઓનાં કબ્જા- ભોગવટાની સફેદ કલરની મહિન્દ્રા બોલેરો લોડીંગ વાહન રજી. નં.GJ-04-AW 2597માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને પીપરલા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઇ સચરા તરફ જવાનો છે. જે માહિતી આધારે વોચ દરમ્યાન આરોપી ગોપાલ સુખદેવ ઉર્ફે સુખાભાઇ બારૈયા ઇંગ્લીશ દારૂ ભરેલ બોલેરો વાહન મુકી નાસી ગયેલ. આ બોલેરોમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હાજર મળી આવેલ. તેઓનાં કબ્જાની બોલેરો કારમાંથી નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં ભારતીય બનાવટનાં ફોર સેલ ઇન પંજાબ ઓન્લી કાચની કંપની સીલપેક ઇંગ્લીશ દારૂની બોટલો સહિત સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો મેકસીક્ટ્રક પ્લસ રજી. નં.GJ-04-AW 2597 કિ.રૂ.૫,૦૦,૦૦૦/ 7. વીવો કંપનીનો મોબાઇલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/-મળી કુલ રૂ.૯,૭૮,૬૦૦/-નો મુદ્દામાલ મુદ્દામાલ સાથે મળી આવેલ.તેઓ વિરૂધ્ધ અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.