ધારી તાલુકાના દલખાણીયામા રહેતો એક યુવક પોતાના પત્ની અને પુત્રને બાઇક પર લઇને દવાખાને જઇ રહ્યા હતા ત્યારે ધારી દલખાણીયા માર્ગ પર કાર સાથે અકસ્માત સર્જાતા યુવકનુ મોત થયુ હતુ . જયારે પત્ની અને પુત્રને ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.તેવી હકીકત ફરિયાદ મનીષાબેન સુરેશભાઇ બોડીયાએ ધારી પોલીસ મથકમા નોંધાવી જણાવ્યું હતુ કે તેના પતિ સુરેશભાઇ અને પુત્ર રૂદ્ર ઉ.વ .૭,સાથે બાઇક નંબર જી.જે. ૧૪ એ. કયુ. ૬૭૩૭ લઇને ધારી દવાખાને જઇ રહ્યાં હતા . સુરેશભાઇ બાઇક ચલાવતા હતા ખોડાવડ જગ્યા પાસે પહોંચતા સામેથી આવી રહેલ કાર નંબર જી.જે. ૦૪ એચ.ડી. ૯૫૯૩ ના ચાલકે તેની સાથે અકસ્માત સર્જયો હતો . જેથી કરીને સુરેશભાઇને ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત થયુ હતુ . જયારે મનીષાબેન અને રૂદ્રને ઇજા પહોંચી હતી . બનાવ અંગે પી.એસ.આઇ ડી.સી.સાકરીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે .

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.