હાલોલના વડોદરા હાઇવે રોડ પર આવેલ પ્રસિદ્ધ પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા પોતાની કોર્પોરેટ સામાજિક જવાબદારીઓને અનુલક્ષીને હાલોલ તાલુકા સહિત આસપાસના તાલુકાના ગ્રામીણ વિસ્તારની પ્રજાના વિકાસને લગતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી ગ્રામીણ વિકાસને સતત વેગ આપી ગ્રામ્ય વિસ્તારની પ્રજાની સુખાકારીના કામો કરવામાં આવી રહ્યા છે જેમાં આરોગ્ય,શિક્ષણ,પર્યાવરણ,પાણીની જરૂરિયાત, ખેતીને લગતી વિવિધ વિકાસકીય કામગીરી મુખ્યત્વે છે જે અંતર્ગત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના બાળકોના શિક્ષણ પર વધુ ભાર આપી બાળકોના શિક્ષણ માટે નવીન આંગણવાડીઓ બનાવી,આંગણવાડીઓનું રીનોવેશન કરવું તેમજ નવીન પ્રાથમિક શાળાઓ બનાવી,પ્રાથમિક શાળાનું રીનોવેશન તેમજ જરૂરિયાત મુજબના વધુ ઓરડાઓ વર્ગખંડો બનાવી આપવા સહિતની શિક્ષણને લગતી વિકાસકિય કામગીરી કરાય છે જે અંતર્ગત હાલોલ તાલુકાના ગજાપુરા અને ઝાલીયાકુવા ગામે આવેલ પ્રાથમિક શાળાઓમાં પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ચાર ચાર નવીન ઓરડાઓ બનાવી આપવામાં આવ્યા હતા જેના લોકાર્પણનો કાર્યક્રમ આજરોજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે યોજાયો હતો જેમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને પોલીકેબ કંપનીના અધિકારીઓના હસ્તે નવીન ઓરડાઓનું ઉદ્દઘાટન કરી લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે પોલીકેપ કંપનીના સી.એસ.આર. હેડ નીરજ કુંદનાની સહિત ટીમના સભ્યો નિખિલ બેદારકર, ડૉ.હેતલ રાવલ, અર્પિત શુક્લા, ધર્મેન્દ્ર ચાવડા, સહિતના અન્ય સદસ્યો સહિત તાલુકાના અનેક મહાનુભાવો સહિત શાળાનો સ્ટાફ,વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.