સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા કેનાલ રોડની રાજેશ્વરી સોસા.ખાતે રહેતા વિજય નાનુભાઈ નાકરાણીની કેનેડાના વર્ક વીઝા આપવાના નામે છેતરપીંડી બદલ ધરપકડ બાદ લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો હતો.કામરેજ પોલીસ મથકેેથી મળતી માહિતી અનુસાર કામરેજના કેનાલ રોડ પર આવેલા આસ્થા રો હાઉસમાં રહેતા અને કડિયા કામ કરતા કેતન અવસરભાઈ કડિયાની કામરેજ ખાતે રહેતા વિજય નાનુભાઈ નાકરાણી સાથે થઈ હતી.મુલાકાત દરમ્યાન વિજય નાકરાણીએ કેતનભાઈ કડિયાને કેનેડાના વર્ક વીઝા બનાવી આપવાનું કહેતા કેતનભાઈ કડીયાએ નવો પાસપોર્ટ પણ બનાવી લીધો હતો.ત્યાર બાદ કેતનભાઈ કડિયા સહિત પુત્રી માનસીના વર્ક વીઝા પ્રોસેસ બાદ એપોઈમેન્ટ લેટર,બાયો મેટ્રિક, એલ.એમ.આઇ લેટર આવ્યા બાદ વીઝા મળશે અને વીઝા બદલ કેતનભાઈ કડીયાને ₹.30 લાખ ખર્ચો આપવાનું કહ્યું હતું.જેમાં ₹.6 લાખ એડવાન્સ બાદ ખર્ચ મુજબ બાકી રકમ વીઝા આવ્યા બાદ નક્કી થઈ હતી.વીઝા કામગીરી માટે ₹.1 લાખ વિજય નાકરાણીએ કેતનભાઈ કડીયા પાસે માંગતા રૂપિયા ના હોય તેમણે તેમની વેગન આર ગાડી નંબર GJ05RL- 8360 ડોક્યુમેન્ટ સહિત આપી હતી.બાદમાં વિજય નાકરાણીએ કેતનભાઈ કડીયા સહિત પુત્રી માનસીને વીઝા પ્રોસેસ માટેની સહી માટે અમદાવાદ ખાતે બોલાવ્યા હતા.અમદાવાદ ખાતે વિજય નાકરાણીએ કેતન ભાઈ કડીયાની અમદાવાદ ખાતેની વીઝા ઓફિસે લઈ જઈ અમદાવાદના ગણપતભાઇ બાબુભાઈ ની તેમના મિત્ર તરીકે ઓળખાણ કરાવી હતી.અને ગણપતભાઇ વર્ક વીઝા મેળવી આપવાની કામગીરી કરતા હોવાનું જણાવ્યું હતું.અમદાવાદ ખાતેની ઇમિગ્રેશન ઓફિસે ગણપતભાઇએ કેતનભાઈ કડીયા સહિત પુત્રી માનસીને એગ્રીમેન્ટના નામે કોરા ફોર્મ પર સહી કરાવી લીધી હતી.વર્ક વીઝા માટે કેતનભાઈ કડીયાએ છૂટક મળીને વિજય નાકરાણીના ભાઈ ચંદ્રેશ નાકરાણીના ખાતામાં કે જે ખાતું વિજય નાકરાણી ઉપયોગ કરતો હતો તેમાં ₹.2.59 લાખ જમાં કરાવી દીધા હતા.અમદાવાદના ગણપત બાબુભાઈનો કામરેજ ખાતે વર્ક વીઝાની કામગીરીનો વહીવટ સાંભળતા વિજય નાકરાણીએ કેતનભાઈ કડીયાની પુત્રી માનસીના માટેનો લેબર માર્કેટ ઇમ્પેકટ એસેસમેન્ટ કેનેડાની કંપનીના નામની મેઈલ પીડીએફ બનાવી કેતનભાઈ કડીયાને મોકલી હતી.તેમજ કેતનભાઈ કડીયાને તેમનો લેટર અઠવાડિયામાં આવી જશે એવી હૈયા ધરપત આપી હતી.પરંતુ સમય વીતવા છતાં લેટર આવ્યો નહી આથી પોતાના સહિત તેમના સંબધી સાથે પણ છેતર પીંડી થયાનો અહેસાસ થયો.કેતનભાઈ કડીયા સહિત પુત્રી માનસી તેમજ સંબંધી સુરેશભાઈ ગાંગાણી,કેશવભાઈ ટાંક,મનીષભાઈ ગજેરા તેમજ જીતેન્દ્ર ભાઈ સરવૈયા પાસેથી અમદાવાદની ઇઝી વે વીઝા ઇમિગ્રેશન વાળા અને અમદાવાદ ખાતે રહેતા ગણપત બાબુભાઈ તેમજ કામરેજના કેનાલ રોડ પર આવેલી રાજેશ્વરી સોસાયટી ખાતે રહેતા વિજયભાઈ નાનુભાઈ નાકરાણી સહિત બને મળીને કુલ ₹.14 લાખ 9 હજાર પડાવી લઈ તેમની સાથે છેતર પીંડી કરવામાં આવી હતી.જે અંગે ભોગ બનનાર પૈકી કામરેજના કેનાલ રોડ ખાતે આવેલા આસ્થા રો હાઉસમાં રહેતા કેતનભાઈ અવસર કડીયાએ કામરેજ પોલીસ મથકે બંને વિરૂદ્ધ ગુનો નોંધવતા કામરેજ પોલીસે કામરેજની રાજેશ્વરી સોસાયટી ખાતે રહેતા વિજયભાઈ નાનુભાઈ નાકરાણીની ધરપકડ કરી બાદમાં લાજપોર જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો હતો.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं