સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં અગ્ર સ્થાન ધરાવતી વિશાળ શૈક્ષણિક સંસ્થા એટલે વાવ ખાતે આવેલી શ્રી વસિષ્ઠ વિદ્યાલય.શૈક્ષણિક અભ્યાસ સહિત અન્ય પ્રવૃતિ થકી પણ વિદ્યાર્થી આજના આધુનિક યુગ સાથે કદમ મિલાવી સફળતાના ઉંતુંગ શિખર સર કરે એવો શાળા પરિવારનો ઉમદા ધ્યેય ચાલી આવ્યો છે. જેના ભાગ રૂપે શ્રી વસિષ્ઠ વિદ્યાલયમાં ટેકનોલોજી અંતર્ગત કોડ એક્ષ્પોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.ટેકનોલોજીના વિશ્વને સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવેલા પ્રદર્શનમાં શાળામાં ચાલતા કોડીંગ ક્લબમાં ધોરણ 3 થી 9 તેમજ 11 કોમર્સના વિદ્યાર્થીઓએ મેળવેલા કોડીગ વિશેના જ્ઞાન પ્રમાણે કોડ એક્ષ્પો વિશે માહિતી પ્રદર્શિત કરી હતી.વર્તમાન સમય એટલે આધુનિક અને ટેકનોલોજી સાથે હરણ ફાળ ભરી રહેલો મોર્ડન યુગ.જે ટેકનોલોજીના યુગમાં પ્રોમીસિંગ, વિવેચનાત્મક વિચાર સરણી,સર્જનાત્મક અને સંદેશા વ્યવહાર જેવા કૌશલ્યો વિદ્યાર્થી ઓમાં વિકસે એ અતિ આવશ્યક બાબત છે.અને એ જ શુભાશયથી પ્રદર્શિત 12 જેટલી કેટેગરીમાં ગેમ,સ્ટોરી ટેલીંગ,મોબાઇલ એપ્લિકેશન,ડેસ્કટોપ સોફ્ટવેર,વેબ સાઈટ, એ એલ,એમએલ અને ઈમેજ પ્રોસેસિંગ, વર્ચ્યયુલ રિયાલિટી,લોગો મેકીંગ,ડિઝાઇન પેટર્ન, ક્વીઝ એનીમેટેડ વીડિયો,પોસ્ટર પ્રેઝન્ટેશન,ફન ગેમ તેમજ સ્ટાર્ટ અપ આઈડિયા જેવી કેટેગરી સમાવિષ્ટ હતી.વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી તમામ કેટેગરીના પ્રદર્શનમાં તેમની સમજણ શક્તિ,કલ્પના શક્તિ સહિત સર્જનાત્મકતા અભિગમ શકિતનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.ટેકનોલોજીના માધ્યમ સ્વરૂપ કોડીગ એક્ષ્પોના સુચારૂ આયોજન બદલ શાળા ચેરમેન રમણીકભાઈ ડાવરિયા,ડાયરેકટર વિજયભાઈ ડાવરિયા,રવિભાઈ ડાવરિયા,એજ્યુકેશન એડવાઇઝર ડો.પરેશભાઈ સવાણી તેમજ શાળાના આચાર્યા મેહુલભાઈ વાડદોરિયાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

Sponsored

भारी बचत कार और फ्यूल दोनों पर - भाटिया एंड कंपनी बूंदी

मारुती सुजुकी S-CNG कार खरीदने पर अब CNG भरवाएं मात्र ₹ 76.22 per/kg की कीमत में, मार्केट रेट से ₹ 13.46 कम कीमत में | मारुती कार खरीदने पर भारी बचत | नियम और शर्तें लागू |