પાટણ જિલ્લાના ખેડૂતોએ રવી સીઝનમા મોટા ખર્ચોઓ કરી મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર તો કર્યું પણ હવે માર્કેટ યાર્ડમા રાયડાના માલનું વેચાણ કરવા ખેડૂતો આવતા ગત વર્ષ કરતા અડધા ભાવ હરાજીમાં પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બીજી તરફ સરકારે રાયડાના ટેકાના ભાવ જાહેર કર્યા પણ હાલ તો માત્ર તેનું રજીસ્ટ્રેશન કાર્યરત બન્યું છે અને એક મહિના પાછી રયાડાની ખરીદી સરકાર કરશે અને તેનો ભાવ રૂપિયા 1090 નો જાહેર કર્યો છે. પરંતુ હાલ ખેડૂતો મજબૂરીમા રયાડાના માલનું વેચાણ કરી રહ્યા છે. જેમાં સામે પાક વાવેતર, ખેડૂતોએ લીધેલ ધીરાણ, સામાજિક પ્રસગોને લઇ નીચા ભાવે ખેડૂતો રાયડાના માલનું વેચાણ કરી રહ્યા છે.

                             પાટણ જિલ્લામાં રવી સીઝનમાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી 34700 હેક્ટરમા પાક વાવેતર કર્યું અને વાતાવરણના પલટા સામે પણ અનેક મુશ્કેલીનો સામનો કરી પાકનું રક્ષણ કર્યું અને હવે ખેડૂતોએ પાક વાઢીને માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળશે તેવી આશાઓ સાથે રાયડાના ઢગે ઢગ વેચાણ અર્થે પાટણ માર્કેટ યાર્ડમાં ખડકી દિધા છે. પરંતુ જાહેર હરાજીમા રયાડાના 20 કિલોનો ભાવ 800 થી 850 નો ભાવ રહેવા પામ્યો છે. જે ખેડૂતોને પોષાય તેમ નથી. ગત વર્ષે રાયડાનો ભાવ રૂપિયા 1300 થી 1500 રહ્યો હતો. સારો ભાવ મળતા ખેડૂતોએ ચાલુ વર્ષે પણ રાયડાનું મોટુ વાવેતર કર્યું થે પણ ગત વર્ષેના ભાવ સામે ચાલુ વર્ષે અડધા ભાવ મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.