હાલોલ શહેરની બહાર ગોધરા રોડ પર આવેલ તુલસી વિલા લાઈફ સીટી ખાતે આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ હાલોલ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનો નવીન કાર્યકારીણી અને કાર્યકર્તા જવાબદારીનો ઘોષણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાલોલ તાલુકા પ્રભારી અશોકભાઈ ભગત-સંગઠન મંત્રી પંચમહાલ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને રાકેશભાઈ પંચાલ - સહ સલાહકાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ અને દર્શનભાઈ પંચાલ - પ્રચાર મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ તાલુકામાંથી 250 શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાલોલ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘમાં કારોબારીમાં પ્રમુખ જવાબદારીઓ સોંપવામાં આવી હતી જેમાં અધ્યક્ષ તરીકે અતુલભાઇ પટેલ, મહામંત્રી તરીકે દિવ્યેશભાઇ પટેલ, સંગઠન મંત્રી તરીકે વિરેનભાઈ જોશી,કાર્યાધ્યક્ષ તરીકે ભુલાભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી તેમજ સમગ્ર તાલુકાની નવીન ટીમની પણ ઘોષણા કરવામાં આવી હતી નવી જિલ્લા કારોબારીની પણ ઘોષણા કરવામાં આવી જ્યારે તાલુકા ટીચર સોસાયટીના ચેરમેન દિનેશભાઈ સોલંકી અને મંત્રી લલ્લુભાઈ રાઠવા દ્વારા મૈત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન -3ની ફાઇનલની વિજેતા વાઘબોડ ટીમનું 5,000 નો ચેક આપી સન્માન કરાયુંંહતું તેમજ પંચમહાલ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મૈત્રી ક્રિકેટ ટીમ માટે હાલોલ તાલુકાની મહાકાળી ઇલેવન ટીમની જાહેરાત કરવામાં આવી હતી.