ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકોને મળશે કેસલેસ યોજના નો લાભ ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્યનું 2023 નું બજેટ વિધાનસભમમાં રજુ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓન શિક્ષકોને કેસલેસ યોજનાના લાભ માટે સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી જેના અનુસંધાને સમગ્ર ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોમાં હર્ષની લાગણી પ્રસરી હતી.ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ દ્વારા ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્યના ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે કેસલેસ યોજનામાં સમાવેશ ની માંગણી કરવામાં આવી હતી.પ્રસ્તુત બાબતે ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ દ્વારા વારંવાર વિવિધ સ્થાને રજુઆત કરવામાં આવેલ જેને અનુલક્ષી સરકારશ્રી દ્વારા શિક્ષક હિતના ખૂબ જ અવકારદયક કહી શકાય તેવો નિર્ણય લીધેલ છે.સંગઠન ના અધ્યક્ષશ્રી ઉજવવલભાઈ પટેલ દ્વારા સહુ શિક્ષક મિત્રો અને સંગઠન ના કાર્યનિષ્ઠ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા અને આ બાબતે ઝડપી પરિપત્ર થઈ આ લાભ વહેલામાં વહેલી તકે મળતો થાય એ માટે તત્પરતા પૂર્વક કર્યા કરવામાં આવશે એમ જણાવ્યું હતું.