સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકે નોંધાયેલા ત્રણ વર્ષ અગાઉ પોકસો હેઠળના ગુનામાં હાલ 32 વર્ષની ઉંમરના આરોપીને કોર્ટ દ્વારા 20 વર્ષની સજા ફટકારી દાખલા રૂપ સજાની સુનાવણી કરવામાં આવી હતી.ગુનો આચરનાર આરોપી એક સંતાનનો પિતા હોવાનુપ્રા તેમજ ભોગ બનનાર પીડિત સગીરાની ઉંમર 16 વર્ષની હતી.પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસ મથકે 5 જાન્યુઆરી 2020માં કામરેજ વિસ્તારમાં રહેતા અને સગીર વયની બાળકીના પિતા દ્વારા બાળકીને લગ્નની લાલચે ભગાડી ગયેલા યુવક વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.કામરેજ પોલીસ મથકના તત્કાલ પી.આઇ જે.બી વનાર દ્વારા આરોપીની ગણતરીના દિવસોમાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી.આરોપી પુખ્ત વય તેમજ એક સંતાનનો પિતા હોય જ્યારે ભોગ બનનાર સગીરા માત્ર 16 વર્ષની ઉંમરની હોવા છતાં આરોપીએ આચરેલું કૃત્ય ગંભીર પ્રકારનું હતું.પોકસો એકટ હેઠળના ગુનામાં ધરપકડ કરવામાં આવેલા અને તત્કાલ સમયના સરનામે એવા સુરતના પુણા ગામ નજીકની વલ્લભ નગર સોસાયટી ખાતે રહેતા આરોપી એવા મનોજભાઈ શામજીભાઈ નૈયા સામે પોક્સો એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ગત રોજ સુરત ખાતેની કોર્ટ દ્વારા હાલ અમરોલીના રજવાડી પાર્ટી પ્લોટ નજીક આવેલા કોસાડ આવાસ ઘર નંબર 2/S 4314 ના રહેઠાણનું સરનામું ધરાવતા આરોપી મનોજ ઉર્ફે મુન્નો શામજીભાઈ નૈયા 20 વર્ષની સખત કેદની સજા તેમજ ₹.25 હજારનો દંડ પણ ફટકારવમાં આવ્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं