તારાપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોબાઇલ ચોરી થયાની પોલીસ મથકે પાંચ વ્યક્તિઓએ પોલીસ મથકે એફ.આર.આઇ નોંધાવી છે.
તારાપુર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી મોબાઇલ ગુમ અથવા ચોરી થયાની ફરીયાદો ઉઠવા પામી હતી જેને લઈને તારાપુર પોલીસ મથકે પાંચ વ્યક્તિઓના મોબાઇલ ગુમ અથવા ચોરી થયાની ફરીયાદ નોંધી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
જેમાં પ્રથમ બનાવમાં મોરજ ગામના લલ્લુભાઇ દુધાભાઇ રોહીત ગત તા. ૧/૮/૨૦૨૨ના રોજ ધરેથી ખેતરમાં પાણી વાળવા ગયેલ જેઓએ પોતાનો રેઈડમી કંપનીનો મોબાઇલ ફોન રૂમાલમાં વીટેળી ખેતરની પાળી પર મુકેલ પાણી વાળ્યા બાદ આવીને જોતા પોતાનો મોબાઇલ ગુમ થયેલ અથવા ચોરી થયેલ.
બીજા બનાવમાં નભોઇ ગામના ચંદુભાઇ પોપટભાઇ ભોઇ ગત તા. ૧/૧૦/૨૦૨૨ના રોજ તારાપુર સીજીવાડા રોડ પર આવેલ ટ્રેકટરના ગેરેજ પાસે ખાટલામાં સુતા હતા તે સમયે તેઓનો વીવો વાય ૬૯ કંપનીનો મોબાઇલ ફોન ગુમ થયેલ અથવા કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયેલ.
ત્રીજા બનાવમાં તારાપુર ખોડીયાર નગરમાં રહેતા જયેશભાઇ જશભાઇ શિરોયા તા. ૨૦/૧૧/૨૦૨૨ના રોજ તેઓના ધરેથી ગાડી લઈને મનીત ટ્રેડિંગની દુકાને ગયેલ જેઓ કામ પતાવી પરત ફરતા તેઓના પેન્ટના ખીસ્સામાં રાખેલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ગુમ થયેલ અથવા ચોરી થયેલ.
ચોથા બનાવમાં તા.૧૯/૧૨/૨૦૨૨ના રોજ તારાપુર તાલુકાના વાળંદાપુરાના અદેસંગ વિરસંગ ચૌહાણ તારાપુર મોટી ચોકડીથી ગામ તરફ સીએનજી રિક્ષામાં બેસીને આવતા હતા ત્યારે તેઓએ ઉપરના ખીસ્સામાં રાખેલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ગુમ થયેલ અથવા કોઇ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયેલ
તેમજ પાંચમા બનાવમાં તારાપુર ટાંકી ફળિયામાં રહેતા વિવેકકુમાર કિશોરભાઇ મીરાણીના મમ્મી બજારમાં શાકભાજી લેવા આવેલ તેઓ શાકભાજીની લારી પર મોબાઇલ ફોન ભુલી ગયેલ જે પરત આવી તપાસ કરતા મોબાઇલ ફોન સ્વીચ ઓફ બતાવતા મોબાઇલ ફોન ગુમ થયેલ અથવા કોઈ ચોરી થયેલ
જે અંગેની ઉપરોક્ત પાંચેય વ્યક્તિઓની ફરીયાદના આધારે તારાપુર પોલીસ મથકે તા. ૨૨/૨/૨૦૨૩ના રોજ એફ આર આઇ નોંધી પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે