ભારત સરકાર દ્વારા  ભારતીય સેના વધુ મજબૂત બને તે માટે દેશના યુવાનો ભારતીય સેના માં જોડાઈ એ માટે અગ્નિવીર ની ભરતી ચાલુ કરી છે ત્યારે જૂનાગઢ જિલ્લા ના કેશોદ શહેર ની અંદર ભારતીય સેના માંથી નિવૃત માજી સેનિક મહેન્દ્રસિંહ દયાતર દ્વારા ફોજ માં જાવા માંગતા યુવાનો માટે નિઃશુલ્ક તાલીમ કેન્દ્ર નું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ફોજ ની ભરતી ને લાગતી તાલીમ આપવામાં આવે છે સાથે સાથે વિક્રમભાઈ બળવા અને લખનભાઈ ભરડા દ્વારા વિનામૂલ્યે લેખિત પરીક્ષાની ત્યારીઓ પણ કરાવવામાં આવે છે જેમાં કેશોદ શહેર ના ઇન્દિરા નગર માં રહેતા મનોજકુમાર બટુકભાઈ ધુળા એ લાભ લીધો હતો અને તેઓ અગ્નિવીર ની ભરતી માં સિલેક્ટ થયા હતા ત્યારે આજે તેઓ ભારતીય સેના ની તાલીમ માટે જબલપુર જાવા રાવાના થાયા હતા ત્યારે તેમને વિદાય આપવા માટે તેમનો પરિવાર અને મિત્ર મંડળ કેશોદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં માજી સેનિક મહેન્દ્રસિંહ દયાતર ,વિક્રમભાઈ બળવા અને લખનભાઈ ભરડા દ્વારા આ યુવાન ને શુભકામનાઓ પાઠવી હતી