વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દીપ મલ્ટિપ્લેક્સની સામે આવેલ શ્રીનગરમાં રહેતા અને આજવા ચોકડી પર આવેલ સ્ટાર ટેમ્પો સર્વિસ ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતા દિનેશભાઈ નીંબાભાઇ સૂર્યવંશી ઉં. વર્ષ 39 શુક્રવારના રોજ સવારના સુમારે હાલોલ તાલુકાના ટીંબી પાટીયા ત્રણ રસ્તા ખાતેથી પોતાની પેશન પ્રો. મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન ટીંબી પાટીયા ત્રણ રસ્તા ખાતે વળાંકમાં કોઈ કારણોસર તેઓની મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા ધડાકા ભેર મોટરસાયકલ સહિત દિનેશભાઈ રોડની સાઈડમાં બનાવેલી લોખંડની રેલીંગ સાથે જઈને ભટકાતા તેઓના માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામતા ઘટના સ્થળે તેઓનું કરુણ મોત નિપજ્યું હતું જેમાં અકસ્માતનો બનાવ જોઈ આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે તાત્કાલિક હાલોલ રૂરલ પોલીસને જાણ કરી હતી જેમાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી દિનેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી બનાવ અંગે દિનેશભાઈના પરિવારજનોને વડોદરા ખાતે જાણ કરતા દિનેશભાઈના પરિવારજનો હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે બનાવ અંગે દિનેશભાઈના કાકાના છોકરા ગણેશભાઈ સંજયભાઈ સૂર્યવંશીએ હાલોલ રૂરલ પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદની ' જયશ્રી મેલડી માં સહકારી મંડળી' દ્વારા ૨૫ હજારની મરણોત્તર સહાય અપાઈ..!
સૌરાષ્ટ્ર દેવીપુજક ફેડરેશન સંચાલિત અને સ્થાપિત બોટાદની જય શ્રી મેલડી માં નાગરિક શરાફી સહકારી...
ડીસા-થરાદ રોડ પર બસની અડફેટે આવતાં યુવકનું મોત
ડીસા-થરાદ રોડ પર આજે બાઇક સવાર બે યુવકો અચાનક જમણી બાજુ વળી જતા સામેથી આવી રહેલી બસની અડફેટે આવતા...
নলবাৰী ৰাসত শোকাৱহ ঘটনা! খাদ্যত বিষক্রিয়া হৈ কিশোৰীৰ মৃত্যু
নলবাৰীত শোকাৱহ ঘটনা। খাদ্যত বিষক্রিয়া হৈ এগৰাকী কিশোৰীৰ মৃত্যু। মৃত কিশোৰীগৰাকীৰ নাম নাজমিন...
BREAKING NEWS | દેવગઢબારિયા સ્ટેટ હાઇવે પર રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું
BREAKING NEWS | દેવગઢબારિયા સ્ટેટ હાઇવે પર રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું