હોળીનો પર્વ નજીક આવતા ખેડબ્રહ્મા તાલુકામાં ડુપ્લીકેટ ઘી.નો કારોબાર ફૂલ્યો ફાલ્યો
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ફુડ વિભાગની રહેમ નજર હેઠળ નકલી ઘી નો કારોબાર ધમધમે છે. આ અંગેની તપાસમાં વેપારીઓ સામે લાલ આંખ કરે તે જરૂરી છે. આ હકીકતે તાલુકામાં અલગ-અલગ સ્થળોએ નકલી ઘીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બનાવટી ઘીનું વેચાણ ચાલુ હોઇ ટર્નઓવર કરોડોમાં પહોંચી ગયું છે. જનઆરોગ્ય સામે ખતરો યથાવત છે. ખેડબ્રહ્મા તાલુકામાં સાચા ઘી સામે નકલી ઘીનું વેચાણ અનેક ગણું છે. ૩૦૦ રૂપિયાથી શરૂ થતું ઘી અલગ અલગ સ્થળો એ નફા ખોર ઈસમો દ્વારા અલગ અલગ ભાવે વેચાઇ રહ્યું છે. તાલુકામાં ફૂડ વિભાગે નમૂના લઇને તપાસ કરે તો તાલુકામાં નકલી ઘી નો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ઘીના ડબ્બા ઉપર વિવિધ પ્રકારનાં લેબલો અને અંગ્રેજી ભાષામાં લખાણ સાથે ચિત્રો દર્શાવી ગ્રાહકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. ખેડબ્રહ્મા શહેરમાં ૮૦ ટકા પશુપાલકો દૂધ જે તે ડેરીમાં ભરાઈ રહ્યા છે. આથી દૂધ સંઘના પેકિંગ ઘી સામે ખાનગી વેપારીઓ વેચાણ કરી રહ્યા છે. જેમાં રૂપિયા ૩૦૦ થી ૫૦૦ સુધીના ભાવે વેચાણ કરી રહ્યા છે. તાલુકામાં દેશી અને ચોખ્ખું ઘી મળવું મુશ્કેલ થઈ રહ્યુ છે ને જ્યાં મળે છે તેના ભાવ રૂપિયા ૭૦૦થી ૧૦૦૦ હોવાથી બનાવટી ઘીનું બજાર ઊંચકાઈ ગયું છે.
તાલુકામાં ઘી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓને લઇ જન આરોગ્ય સામે શરૂઆતથી જ ગંભીર સ્થિતિ ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓનો ધસારો બારેમાસ બની ગયો છે. આ બાબતે તપાસ કરી ઘટતુ કરે તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.