સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ને.હા નંબર 48 કટ પાસે શેરડી ભરેલા ટ્રેલરે પલ્ટી ખાતા હાઇવે પરનો વાહન વ્યવહાર ખોરવાતા ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી.સાયણ સુગરનું ટ્રેકટર નંબર GJ30A- 2206 શેરડી ભરી ને.હા નંબર 48 પરથી પસાર થઇ રહ્યું હતું.ત્યારે ધોરણ પારડી કટ પાસે અકસ્માતે શેરડી ભરેલું ટ્રેકટર પાછળનું ટ્રેલર પલ્ટી ખાઈ ગયું હતું.જ્યારે ટ્રેકટરનું પાછળનું મહાકાય વ્હીલ હવામાં અધ્ધર થઈ ગયું હતું.અકસ્માતને પગલે ટ્રેલરમાં ભરેલી શેરડી હાઇવે પર વેર વિખેર થઈ ગઈ હતી.અકસ્માતની ઘટનાની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત ને.હા ઓથોરિટીની ટીમ ઘટના સ્થળ આવી પહોંચતા જેસીબી દ્વારા ટ્રેકટર અને શેરડી યોગ્ય સ્થળે ખસેડી ટ્રાફિક ભારણ હળવું કરવામાં આવ્યું હતું.