ખંભાત તાલુકાના ઉંદેલ મુકામે કરોડોના ખર્ચે નવીન સામુહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા બે વર્ષથી ડૉક્ટર વિના શોભાના ગાંઠિયા સમાં બન્યું હતું.આ સંદર્ભે સરપંચ, ગ્રામજનો દ્વારા અનેક ફરીયાદો ઉઠવા પામી હતી.તાજેતરમાં જ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ઉંદેલ CHCની અચાનક મુલાકાત કરી હતી.જેમાં ડૉક્ટરની નિમણુંક બાબતે, સિઝેરિયન સામગ્રી બાબતે અનેક ક્ષતિઓ સામે આવી હતી.જે બાબતે ધારાસભ્યએ ઉચ્ચ કક્ષાએ આરોગ્ય તંત્રને રજુઆત કરી હતી.નોંધનીય છે કે, ધારાસભ્યની રજુઆત બાદ ઉંદેલ CHCમાં ડૉ. આર.જે.દલવાડીની નિમણુંક કરવામાં આવી છે.
(સલમાન પઠાણ-ખંભાત)