સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના છેલ્લા ચાર માસના અનડીટેકટ વાહન અકસ્માતના ગુન્હાને ડીટેકટ કરી વાહન સાથે આરોપીની ધરપકડ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

 સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના ઇ.ચા. પોલીસ ઇન્સપેકટર જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ ની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે,પાર્ટ -એ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૨૦-૩૦/૨૦૨૨ ઇ.પી કો કલમ ૨૭૯,૩૦૪ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના તા.૨૮/૧૦/૨૦૨૨ ના અનડીટેકટ વાહન અકસ્માત ના ગુન્હાને ડીટેકટ કરી આરોપી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

ગુન્હાની ટૂંક વિગત-

ગત તા.૨૮/૧૦/૨૦૨૨ ના વહેલી સવારના છએક વાગ્યે આ કામના મરણજનાર જયેન્દ્રભાઇ મધુભાઇ કાતરીયા ઉં.વ.૨૬, રહે. ઘાંડલા, તા.સાવરકુંડલા,વાળા પોતાનું મો.સા લઇ ખોડીયાણા ગામે જતા હોય

ત્યારે થોરડી ગામથી રાજુલા તરફ જતા રોડ ઉપર આ કામના આરોપીએ પોતાના હવાલાનો ટૂક પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મરણજનારના મો.સા સાથે ભટકાવી અકસ્માત કરી નાશી જઇ ગુન્હો આચરેલ હોય,

જે અનડીટેકટ અકસ્માતનો ગુન્હો તા.૨૮/૧૦/૨૦૨૨ ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન માં દાખલ થતા આ કામે સદરહુ ગુન્હો ડીટેકટ કરવા સબબ સાવરકુંડલા

રૂરલ પો.સ્ટેની સર્વેલન્સ ટીમને કામે લગાડી હુંમન સોર્સીસ ના આધારે તેમજ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરાવી વાહનના નંબર મેળવી ઇ-ગુજકોપમાં વાહન નંબર સર્ચ કરી વાહન માલીકનો સંપર્ક કરી સદરહુ ગુના આરોપીને શોધી કાઢવામા સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપી ની વિગત

રાકેશમાર રામદયાલ બઢઇ ઉ.વ. ૨૮, ધંધો. ડ્રાઇવીંગ,રહે.-પીપાવાવ, સોંમનાથ પાર્કીંગ,તા રાજુલા,જી.અમરેલી,મૂળ રહે.પો.સ્ટે -પાંતી , તા-પાતી , જિલ્લો -રીવા, રાજ્ય-મધ્યપ્રદેશ,

આ કામગીરી ઇન્ચાર્જ પો.ઇન્સ જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોલિ ની રાહબારી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ ટીમના અના હે .કો યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ તથા કીશનભાઇ ભુપતભાઇ તથા PC જયપાલસિંહ લખુભા કુલદિપસિંહ રઘુવિરસિંહ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.