વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી હંસાબેન નવીનચંદ્ર શાહ અનુસ્નાતક ગુજરાતી વિભાગ તથા આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે 'મધથીય મીઠડી મારી માતૃભાષા' પર વ્યાખ્યાન યોજાયું હતું.

અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિડીયોના માધ્યમથી માતૃભાષા વિષયક પ્રેરક સંદેશો પાઠવ્યો હતો.કાર્યક્રમ ડૉ. હરીશભાઇ વ્યાસ અને રજનીભાઈ પરમારે ઉપસ્થિત રહી વ્યવહારુ અને સાહિત્યિક શૈલીમાં માતૃભાષાનું મહિમામંડન કર્યું હતું.મંડળના પ્રમુખ જયંતિભાઈ પટેલ અને કોલેજના આચાર્ય વશિષ્ઠધર દ્વિવેદીએ પ્રસંગોચિત આર્શીવચન પાઠવ્યા હતા.કાર્યક્રમ સંસ્થાના સેક્રેટરી ડૉ.બંકિંમચંદ્ર વ્યાસની પ્રેરણા અને આર્શીવાદથી સફળ થવા પામ્યો હતો.

કર્યક્રમ દરમિયાન પ્રા.નટુભાઈ પરમાર, પ્રા.અશ્વિનભાઈ, ડૉ.દેવ્યાનીબેન પારેખ, અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે વિભાગના અધ્યક્ષ પ્રા.કનુભાઈ બારૈયાએ સૌનો આભાર પ્રગટ કર્યો હતો.સંચાલક તરીકે પ્રા. અજયભાઈની વિશેષ ભૂમિકા રહી હતી.

(સલમાન પઠાણ-ખંભાત)