માળીયા હાટીના તાલુકા ના ચોરવાડ શહેર કે જે ભારત ના ટોપ બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી નું વતન છે અને હાલ તે નગરપાલિકા પણ છે ત્યારે થોડા સમય થી ચોરવાડ વીસ્તાર માં રસ્તાઓ ની હાલત ખરાબ બની હતી જે ને લઈ ને લોકોને સમસ્યાઓ પડી રહી હતી ત્યારે લોકોને પડતી સમસ્યા થી વાકેફ થઈ નગરપાલિકા પ્રમુખ જલ્પાબહેન ચુડાસમા દ્વારા તાત્કાલિક ધોરણે અમલવારી કરી છે

ત્યારે આજ રોજ ચોરવાડ નગરપાલિકા ના પ્રમુખ શ્રી જલ્પાબહેન વિમાલભાઈ ચુડાસમા દ્વારા સોમનાથ ના ધારાસભ્ય વિમાલભાઈ ચુડાસમા ના વરદ હસ્તે રૂપિયા 9.37 લાખ ના ખર્ચે ચોરવાડ નગરપાલિકા ના વિવિધ વિસ્તાર માં CC રોડ તેમજ રૂપિયા 12.77 લાખ ના ખર્ચે પેવર બ્લોક નું કામ કરવામાં આવશે જેનું આજે ખાત મુરહુત કરવામાં આવ્યું હતું