જુનાગઢ ખાતે કૃષિ યુનિવર્સિટી તેમજ ખેતી વાડી ખાતા એમ બંને ના ઉપક્રમે એક ડિસ્ટ્રીકટ લેવલ નો ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ માં ખેતીવાડી ખાતા તેમજ કૃષિયુનિવર્ષીટી ના તજજ્ઞો સાથે જિલ્લામાંથી પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહિયા હતા
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ત્યારે હાલ વધતા જતા રોગો અને બીમારીઓ સામે ગાય આધારિત ઓર્ગેનિક ખેતી તરફ વળવું પડશે તેવું જણાવાયું હતું જ્યારે ઓર્ગેનિક ખેતી થી આરોગ્ય ને થતા ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રશ્ગે કૃષિયુનિવર્ષીટી ના કુલપતિ શ્રી પી.વી.ચોવટીયાએ જણાવ્યું હતું કે આધુનિકતા ની સાથે આપણી સનસ્કૃતિ ને જાળવી રાખીશું તો સમૃદ્ધિ ની સાથે સુખી પણ થઈસુ .સાથે જણાવ્યું હતી કે આંતરરાષ્ટ્રીય મિલેટસ યર જાહેર થવાથી બાજરા જેવા તૃણ ધાન્ય ની માંગ પણ વધવાની છે જેથી ખેડૂતો ને ધન્ય પાક વાવવા અનુરોધ કર્યો હતો .
જ્યારે આ કાર્યક્રમ માં ઉપસ્થિત સાવજ ડેરી જૂનાગઢ ના ચેરમેન દિનેશભાઇ ખટારિયાએ જણાવ્યું હતું કે 2023 ના વર્ષ ને મિલેટ્સ યર જાહેર કર્યું છે ત્યારે કૃષિ અને જન આરોગ્ય ને નવો આયામ મળશે વધુ માં તેમણે જણાવ્યું હતું કે દીકરા અને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે તેમજ આપણી સનસ્કૃતિ અને વારસા નું જતન થાય તે માટે સન્સકાર આપવા પણ જણાવ્યું હતું વધુ માં દિનેશ ખટારિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે શિક્ષિત યુવાઓ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ખૂબ પ્રગતિ મેળવી શકે તેમ છે .અંતમાં જણાવ્યું હતું કે ખેડૂતો પર દેવા નો બોજ હટાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જીરો ટકા વ્યાજ ધિરાણ ઉપલબ્ધ કારવ્યુ છે તેમજ PM કિશાન સન્માન નિધિ ના માધ્યમથી ખેડૂતો ના ખાતા માં વાર્ષિક 6000 રૂપિયા ની રાશિ ખેડૂતો ના ખાતા માં જમા કરવામાં આવી રહી છે તેમજ ખેડૂતો ની જણશી ના પોષણ ક્ષમ ભાવ મળવાથી ખેડૂતોની આવક માં વૃદ્ધિ થઇ છે
જ્યારે આત્મા પ્રોજેકટ ના ડાયરેકટર દિપક રાઠોડ દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવર્ત ના પ્રાકૃતિક ખેતી ના સંદેશ ને દોહરાવતા જણાવ્યું હતું કે ઓર્ગેનિમ ખેતી અપનાવવાનો સમય આવી ગયો છે વ્યસનની જેમ જો ખેતી માંથી ખાતર અને દવાઓ ને દૂર કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતી તરફ વળી શકાશે જેથી જન કલ્યાણ ને સાધી શકાશે
જ્યારે જામનગર ખાતે બાજરા સંશોધન કેન્દ્ર ના કૃષિ વૈજ્ઞાનિક ડો.કે ડી.મુગરાએ માહિતીસભર પરજેશટન રજૂ કર્યું હતું આ સાથે બાજરાની ખેતી કરતા અમરેલી જિલ્લા ના બાબાપુર ના પ્રગતિશીલ રમેશભાઈ ગોંડલીયા અને માંગરોળ તાલુકા ના પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ પરમારે ધાન્ય પાકો ના વિષય માં પોતાના વિચારો અને અનુભવો રજૂ કર્યા હતા
આ પ્રશ્ગે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી એસ .એમ.ગાજીપરા ,સંયુક્ત ખેતી નિયામક એમ.એમ કસુંદરા તેમજ બાગાયત ખેતી નિયામક શ્રી ઉસદડીયા અને નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી એસ.એમ.ગધેસરિયા સહિતના મહાનુભાવો અને ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહિયા હતા